________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦]
[ શ્રી અનુભવ પ્રકાશ મિથ્યાજ્વર મટી જાય ને સબળ થાય. વિવેકનો ઉત્પાદ થતાં અવિવેક નાશ પામે. અવિવેકને વિવેકમલ્લ પછાડે તો આનંદ ભંડારનો વિલાસ સ્વયં થાય. એ સ્વશ્રદ્ધા કેમ થાય તે કહીએ છીએ.
અનાદિ સંસારમાં અનાદિકાળથી પરનો વિચાર કર્યો. દેશને સુધારું, ગામ-કુટુંબ અને શરીરને સુધારું-એવા પરના વિચારમાં અનંતકાળ ગયો. ધર્માત્મા વિચાર કરે છે કે પરના વિચારમાં જ્ઞાનચેતના એકાગ્ર થવાની અશુદ્ધ થઈ. હવે સ્વઆચારપારાનું સેવન કરવામાં આવે તો અવિનાશીપદને ભેટે. હું જ્ઞાનસ્વભાવી આત્મા છું, એવાં શ્રદ્ધા-જ્ઞાન કરે તો આત્મસાક્ષાત્કાર થાય, બીજી કોઈ રીત નથી.
ધર્માત્મા વિચાર કરે છે કે હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? તે સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય? –આમ ત્રણ પ્રશ્નો કરે છે. પ્રથમ પદ પોતાના ચૈતન્ય જાજવલ્યમાન જ્ઞાન-દર્શનની વ્યક્તતા છે. તે ઉપયોગનો પ્રકાશ છે, તેના ભેદ પાડે છે. એક દર્શન-જ્ઞાનઉપયોગ છે ને બીજો ચારિત્રઉપયોગ છે. દર્શન દેખે છે ને જ્ઞાન જાણે છે તથા ચારિત્ર અંતરનું આચરણ કરે એવી રીતે શેયને દેખતાં-જાણતાં આચરણ કર્યું. પરને જાણ્યું ને પરને દેખ્યું પણ પોતાનો ભગવાન આત્મા આખો પડ્યો છે તેમાં ઉપયોગ ન જોયો. પર્યાય ક્ષણિક છે, તે મારું સ્વરૂપ નથી. ત્રિકાળી સ્વભાવ એકરૂપ છે તે મારું સ્વરૂપ છે, તે તરફ ઉપયોગ લગાવ્યો નહિ, તેથી અતીન્દ્રિય સુખનો લાભ મળ્યો નહિ.
અનંતા તીર્થંકરો થયા, તેઓ પોતાના સ્વભાવમાં ઉપયોગ લગાવી શુદ્ધ થયા, બીજો કોઈ ઉપાય નથી. અંતરના અવલંબને એકાગ્રતા કરી પરમાનંદ દશા પામી સુખી થયા. હવે મારે પણ એવું સ્વરૂપ શુદ્ધ કરવું છે. વસ્તુ તો શુદ્ધ છે પણ પર્યાયમાં શુદ્ધતા કરવી છે. પર્યાયને સ્વભાવ તરફ વાળી શુદ્ધ કરવી છે એમ ધર્માત્મા વિચાર કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com