________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૯]
[૪૯ બની ઊભો છે. કર્મ તો જડ છે, કર્મ જીવને હેરાન કરતાં નથી. કર્મમલ્લ જીવને જીતતો નથી પણ જીવ અને કર્મ વચ્ચેનું વિવેક-જ્ઞાન નથી તે પોતાના સુખનિધિનો વિલાસ કરવા દેતો નથી.
પરથી ભેદજ્ઞાન કરવું તથા વિકાર મારા સ્વભાવમાં નથી એવું જ્ઞાન તે વિવેકમલ્લ છે. તે વિવેકમલ્લથી અવિવેકમલ હણ્યો જાય છે. વ્યવહાર કરવાથી અવિવેકમલ્લ હણ્યો જાય છે-એમ કહ્યું નથી. ચૈતન્યસ્વભાવ તરફના વલણથી અથવા પરથી ભેદજ્ઞાનના બળ વડે અવિવેક હણાય છે.
અધૂરી દશામાં શુભરાગના કાળે શુભરાગ હોય છે, ને તેનું લક્ષ સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપર હોય છે. તે કાળે પણ સ્વભાવ તો શુદ્ધ જ છે. શુદ્ધ સ્વભાવના અસ્તિત્વને ન માનવું પણ એકલા નિમિત્તને કે શુભને જ માનવું તે અવિવેકમલ છે.
તે અવિવેકમલ્લ ભેદજ્ઞાનના પુરુષાર્થ વડે હણી શકાય છે ને તો જ પોતાના આત્માની આનંદખાણનો વિલાસ વ્યક્ત થાય છે. આ એક જ રીત છે, બીજી રીત નથી.
અજીર્ણ હોય ને ખોરાક ખાય તો ઝેર થઈ જાય, તેમ પરની રુચિ કરવી તે ખોટો આહાર છે. સ્વાભાવિક શક્તિ નિત્ય પૂર્ણ જ છે, તેની રુચિ નહિ કરતાં પરની રુચિ, રાગની રુચિ કરવી ને તેનું પોષણ કરવું તે અજીર્ણને પુષ્ટિ આપવા બરાબર છે. પોતાની શાંતિ ને આનંદ પોતાની આળસે રહી ગયા છે. વિષય વાસના, પુણ્ય-પાપની વાસના, દેહ-મન-વાણીની ક્રિયા કરું તો લાભ થાય, આવી રુચિરૂ૫ ખોટો આહાર લેવાથી આત્માને મિથ્યાવર થયો છે, તેથી વિવેકમલ નિર્બળ બન્યો છે. પ્રથમ વિવેકમલ્લ પ્રગટ થયો હતો ને પછી તે નિર્બળ બન્યો એમ નથી, પણ વ્યવહાર-કથનની એવી રીત છે.
સ્વરૂપાચરણ પારાને શ્રદ્ધાથી સુધારવો. હું શુદ્ધ છું, જ્ઞાયક છું, એવી શ્રદ્ધારૂપી બુટ્ટીના પુટથી સુધારીને સેવન કરે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com