________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૮]
[૪૩ સ્વભાવ આદિ-અંત વિનાનો છે, પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન ને આનંદ છે, તેમાં વિકાર કે શરીરાદિ પેઠાં નથી. પુણ્ય-પાપ પર્યાયમાં છે પણ સ્વરૂપમાં તેનો પ્રવેશ નથી, છતાં શરીર તે હું-એમ માને છે. ચિદાનંદ સ્વભાવમાં તેનો પ્રવેશ નથી, તે એકમેક થયા નથી ને થશે નહિ. અનાદિનો મૂઢ પરમાં પોતાપણું માની બેઠો છે. તે કલ્પનાનો ભેખ ચિદાનંદમાં નથી. દીકરી રાડ કે પૈસા જાય ત્યારે દુઃખની કલ્પના કરે છે, તે મૂળ સ્વરૂપમાં નથી. જુઓ, પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જવું અને ખોટી ગણતરી કરવી તે જ દુ:ખ છે. આ વાત સમજ્યા વિના ધાર્મિક ક્રિયા થતી નથી.
સ્વભાવ-સૂર્યને પોતાનું સ્વરૂપ નહિ માનતાં આ પર તે હું, એમ માને છે. સંસાર એક સમયનો છે; સ્વભાવમાં હતો નહિ, વર્તમાનમાં છે નહિ ને ભવિષ્યમાં રહેશે નહિ. આવા નિત્ય સ્વભાવને ભૂલી ભૂલ કરી બેઠો છે.
વળી હું આવો જ્ઞાનસ્વભાવી છું ને વિકારરૂપે નથી એવી લાગણી પણ સ્વભાવમાં નથી. ચિદાનંદ આત્મા પોતાને પર્યાય જેટલો માને છે એ ભૂલ છે તે ભૂલ પોતાથી મટે એવી છે.
સદા ઉપયોગધારક આનંદરૂપ આપ પોતે જ બન્યો. પ્રથમ ઊંધી માન્યતા હતી તે ટળી જાય ને સાચી માન્યતા થાય એટલે બની જાય એમ કહ્યું છે.
યત્ન વિના આ બનતું નથી. હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, એવી શ્રદ્ધા વિના સ્વરૂપનું નિહાળવું થતું નથી. વર્તમાન પરિણામને અયથાસ્થાનમાં રોક્યા છે તે સ્વસ્થાનમાં રોકે તો ધર્મ થાય તેમ છે. કેટલાક લોકો કહે છે કે સમ્યગ્દર્શન પુરુષાર્થ વિના થાય છે પણ તે વાત ખોટી છે એમ બતાવે છે.
પોતાની નજરની આળસે પોતાના હરિને પોતે જોયો નહિ. પુણ્યપાપના સમૂહને આત્માના ભાન દ્વારા હણી નાખે તે હરિ છે. “હું ભગવાન! હવે અમને ઉગારો” એમ અજ્ઞાની કહે છે તો પછી અત્યાર સુધી ભગવાને ઉગાર્યા નહિ એ ભગવાનનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com