________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[શ્રી અનુભવ પ્રકાશ પરિણામ વિકારમાં તથા શરીરાદિને મારા માનવામાં રોકતો હતો તે યોગ્ય સ્થાન ન હતું. શરીર તથા રાગદ્વેષને જ્ઞાન જાણે તેને બદલે રાગદ્વેષ અને શરીર એ જ હું છું, એમ માને તે ચૈતન્યનું યોગ્ય સ્થાન નથી.
હવે જ્ઞાનાનંદ સ્વભાવનો પ્રકાશ થાય છે. જેવો સ્વભાવ છે તેવો જ પ્રકાશ થાય છે. જેમ સૂર્યમાં અંધકાર નથી તેમાં આત્મા ચૈતન્યસ્વભાવી સૂર્ય છે તેમ શરીર, મન, વિકાર આદિનું એકમેક થવું નથી. જ્ઞાનસ્વભાવમાં જાણવાની પર્યાયને અભેદ કરવી તે ધર્મ છે. તે યોગ્ય સ્થાનરૂપ કર્યો કહેવાય છે. જ્ઞાનને જ્ઞાન દ્વારા એકાગ્ર કરી યોગ્ય
સ્થાન આપ્યું. શરીર, મન, વાણીને મારાં માનતો તે ભૂલ હતી, હું તો જગતના પદાર્થોનો સાક્ષી છું, -એમ માનવું તે ધર્મ છે.
તે શાથી? “હું નર” –એવી માન્યતા આ જડરૂપ નરશરીરમાં તો ન ઘટે. જડ શરીર ન જાણે કે “હું મનુષ્ય છું,” જ્ઞાન જાણે છે કે હું મનુષ્ય છું, વીર્ય ને લોહીના બિંદુમાંથી પેદા થઈ, રોટલા, દાળ, ભાતથી શરીર થયું છે. તેને આ માન્યતા ન ઘટે; પણ ઊંધી માન્યતા ઉપયોગથી થઈ છે. શરીરના સુખે પોતાને સુખ માને છે. જાણપણાનો ભાવ આત્માનો છે પણ શ્રદ્ધા ઊંધી કરીને પરને પોતાના માને છે. એવી વિપરીત માન્યતા ઈશ્વરે કે કર્મ કરાવી નથી. એવી માન્યતાનો કરવા વાળો મારો ઉપયોગ જ અશુદ્ધ સ્વાંગ ધારણ કરી બેઠો હતો. જેમ અગ્નિ ઉપર ધૂમાડો હોય ને તેથી અગ્નિ દેખાય નહિ તેમ પુણ્ય-પાપની લાગણીઓ ચારે તરફ દેખાય તેને ચૈતન્યસ્વરૂપ માની લ્થ તે ભૂલ છે. પોતાને ભૂલીને પુણ્ય-પાપ, શુભ-અશુભ લાગણીઓ તે હું તથા હું નિર્ધન, હું ધનવાન વગેરે માન્યતા કરી અશુદ્ધ સ્વાંગ ધારણ કરી બેઠો છે, તે માન્યતા કોઈએ કરાવેલ નથી.
કોઈ એક નટ બળદનો વેશ પહેરી લાવ્યો. તે પૂછે છે કે હું નર ક્યારે થઈશ? તો જૂઠ જ પૂછે છે, પોતે નર જ છે છતાં ભૂલથી બળદ હોવાની ભ્રમણા થઈ છે. તે દષ્ટાંત મુજબ ચિદાનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com