________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૭]
[૩૯ સંસારમાં દીકરીની માતા શીરાની વિધિ બતાવે તો તેની દીકરી તે વિધિ બરાબર સાંભળે. તેમ સર્વજ્ઞ અને સંતો કહે છે કે પ્રથમ આખા આત્માને પ્રતીતિમાં લ્યો, તો ધર્મ થાય તેમ છે. રાગની મંદતા કરે કે દયા-દાનાદિ કરે તે બધાં નકામા જાય તેમ છે. પુણ્ય-પાપના વિકારનો ચૈતન્યસમુદ્રમાં પ્રવેશ નથી. તેવા નિર્ણય વિના વ્રત, તપ, ચારિત્ર સાચાં હોઈ શકે નહિ.
પણ અજ્ઞાની તર્ક કર્યા કરે છે કે પ્રથમ બીજું કરીએ તો? વ્યવહાર કરીએ તો? આવી રીતે તેને વિશ્વાસ આવતો નથી. શરીર, મન, વાણી આત્માથી જુદાં છે. પોતાના અપરાધથી થતા વિકારભાવનો ધ્રુવસ્વભાવમાં પ્રવેશ નથી. આમ યથાર્થ માને તો મિથ્યામાન્યતા ટળે. કર્મ મંદ પડે તો મિથ્યામાન્યતા ટળે એમ કહ્યું નથી.
અઢાર વરસની દીકરીનું સગપણ થતાં જ તેને ખ્યાલ આવે છે કે માતા-પિતાનું ઘર મારું નહિ પણ મારા પતિનું ઘર તે મારું છે. અંદર માન્યતા ફરી જાય છે. તેમ અજ્ઞાની વિકારને મારો માનતો હતો, પણ માન્યતા બદલાવે ને જ્ઞાનાનંદસ્વરૂપ નિજ છે એવું માનીને સગપણ કરે તો મુક્તિ-રમણીનો કંથ થાય.
જ્ઞાન ને આનંદ શક્તિને મારી માની તે જ સમયે મુક્તિરમણી સાથે સગપણ થાય છે અને હવે કેવળજ્ઞાન જરૂર થવાનું છે એમ નિશ્ચય થાય છે.
સ્વસ્વભાવ જ્ઞાનમય ચૈતન્યસૂર્ય છું-એવી સમ્યક પ્રતીતિ થતાં પૂર્ણ આનંદ દશા સાથે સગપણ થાય છે.
જેમ કોઈ પુરુષ કન્યા નાની-મોટી કરવામાં કુંવારો રહી જાય છે ને તેને લગ્નનો અવસર આવતો નથી; તેમ જેનામાં સાચું-ખોટું પરખવાની તાકાત નથી તેને અનંતકાળ સંસારમાં ચાલ્યો જાય છે, તેને મુક્તિ-રમણી સાથે લગ્નનો અવસર આવતો નથી, પણ ધર્મી જીવ કહે છે કે અમારે કેવળજ્ઞાનનાં ટાણા આવ્યાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com