________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
શ્રી અનુભવ પ્રકાશ ! આ ગ્રંથ શ્રી દીપચંદજીએ લખેલ છે. તેઓ ગૃહસ્થ હતા. તેમણે આત્માનો અનુભવ કરીને આ લખેલ છે. આ વાત શ્રવણ કરવામાં પ્રેમ આવે નહિ તેને આત્માની રુચિ થાય નહિ; આથી વિરુદ્ધ સાંભળે તે તો મિથ્યાષ્ટિ છે. હું દેખવા-જાણવાના સ્વભાવવાળો છું એવો નિર્ણય કરતાં આનંદ વધે. હું ત્રિકાળી રહેનાર છું, સંયોગી ચીજોમાં મારો પ્રવેશ નથી ને તે ચીજોનો મારામાં પ્રવેશ નથી ને પર્યાયમાં થતી વિકારની લાગણીનો સ્વભાવમાં પ્રવેશ નથી. મારો સ્વભાવ જ્ઞાતાદષ્ટા છે, તેનો મારા દ્રવ્યમાં પ્રવેશ છે આમ નિશ્ચય ઠીક ઠીક કરતાં આનંદ વધે.
આ રીત પ્રથમ સાંભળવી જોઈએ. આવું કહેનારાનો સંગ કરવો જોઈએ ને તેવાં શાસ્ત્ર વાંચવાં જોઈએ. આવી વાત ન સાંભળે ને ઊંધી વાત સાંભળે તેને મિથ્યાત્વ થાય છે.
વ્યવહાર કરતાં કરતાં આનંદ વધે એમ કહ્યું નથી. પૈસા દાનમાં આપતાં કે સેવા કરતાં આનંદ વધે એમ કહ્યું નથી, પણ આત્માનો સ્વભાવ જાણનાર-દેખનાર છે એમ વિચાર કરતાં ચારિત્ર થાય ને આનંદ વધે. આને અનુભવપ્રકાશ કહે છે. દયા-દાનાદિની વૃત્તિ ઊઠે છે તેને પર પરિણતિ કહે છે. શરીર, મન, વાણીનો તો આત્મામાં અત્યંત અભાવ છે, શુભાશુભભાવ થાય તો ઠીક એમ માનનાર વિકાર તે જ હું એમ માને છે.
કર્મના ઉદયને લીધે વિકાર થયો એમ નથી, તેમ જ કુદેવ કે કુગુરુને લીધે મેં વિકારને મારો માન્યો એમ પણ નથી. તે વિકારને મેં મારો કરેલ છે તેમાં કોઈની ભૂલ નથી, પણ “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા.” સર્વજ્ઞના સમવસરણમાં ગયો છતાં એવો ને એવો પાછો ફર્યો. જે રીત છે તે રીતે પકડી નહિ. જે કલ્પના થઈ તેને પોતાનું સ્વરૂપ માન્યું. પ્રભુત્વશક્તિનો ભંડાર આત્મા છે, તેને ચૂકીને વિકારથી લાભ માન્યો તે ઊંધી શ્રદ્ધા છે ને તેથી અજ્ઞાની રખડી રહ્યો છે.
તે મિથ્યામાન્યતા હું ન કરું તો ન થાય, અવળો પોતે હતો તે સવળો થઈ શકે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com