________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦]
[ શ્રી અનુભવ પ્રકાશ અમારે કેવળજ્ઞાનની તૈયારી છે. વિકાર કરું એ મારું સ્વરૂપ નથી. હું જ્ઞાતા છું-એવો નિર્ણય કરતાં મુક્તિદશા સાથે લગ્ન જરૂર થાય.
શુભાશુભ કર્મના ભ્રમનો વિનાશ નિજ સુખ પ્રાપ્ત થતાં જ થાય છે. અહીં કર્મ એટલે પુણ્ય-પાપરૂપ વિકાર. વિકાર હળવે હળવે મને લાભ કરશે એ કર્મનો ભ્રમ છે. જ્ઞાતાદરા સ્વભાવની પ્રતીતિથી તે કર્મના ભ્રમનો નાશ થાય છે. આનંદસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતાં જ મિથ્યાદર્શનશલ્ય જાય છે. એ નિજ સુખ કેમ પમાય? તે કહીએ છીએ.
મારું સુખ જાણવા-દેખવાના ઉપયોગમાં છે. મારી જ્ઞાનપર્યાય મારા દ્રવ્ય સાથે અભેદ થાય તેમાં જ આનંદ છે. જડમાં કે પરમાં આનંદ નથી-આવી પ્રતીતિ નથી તેને સાચા વ્રત કે ચારિત્ર ન હોય. મારું સુખ મારા જ્ઞાન ઉપયોગમાં છે, પુણ્ય-પાપ કે રાગમાં નથી, તેથી જાણવાદેખવાના ઉપયોગને ધારણ કરી રહ્યો છું.
હું જ્ઞાનાનંદ સ્વભાવને ભૂલી અનુપયોગ એટલે વિકાર આદિમાં રત થઈ ચેતના ઉપયોગને ભૂલ્યો તેથી સુખ ક્યાંથી થાય? ન જ થાય, તેથી ધર્મી જીવ સ્વ-સ્વરૂપનો વિચાર કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com