________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪]
[ શ્રી અનુભવ પ્રકાશ નિર્વિકારી દશામાં અનંતા ગુણોનો રસ આવે છે. અત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરે ક્યા સાધન વડે થયા? તે બધા અનુભવથી થયા છે, થાય છે ને થશે. ક્રિયાકાંડથી પાંચ પદ પ્રાપ્ત થતા નથી. જ્ઞાનાનંદના અવલંબનથી શાંતિ, વીતરાગી દશા થાય ને પંચપરમેષ્ઠિપદ પ્રાપ્ત થાય છે. અહંત ને સિદ્ધ કેવળજ્ઞાનનો અનુભવ કરે છે. સાચા આચાર્યાદિ આત્માનો અનુભવ કરે છે. ક્રિયાકાંડનો અનુભવ કરે તે આચાર્ય નથી. આચાર્યાદિને રાગ થાય છે પણ રાગમાં તન્મય થતા નથી. આત્માનો અનુભવ આનંદ કરે તે સાધુપદ છે.
જગતમાં આત્માના ભાનવાળા સંતો તથા જે ગુણવંત કહેવાય તે આત્માનો અનુભવ કરો. જ્ઞાનીને પણ દયા, દાનાદિ પરિણામ થાય છે. પરંતુ તે આસ્રવ છે. ધર્મ નથી-તેમ જાણો. બહારની તપશ્ચર્યા કરે, અભિગ્રહુ કરે તેથી તેને ગુણવંત ધર્મી કહ્યા નથી. આનંદસ્વભાવની ખોજ કરે તે ગુણવંત સંત છે, માત્ર ક્રિયાકાંડ કરે તેને સંત કહેતા નથી. બધા જીવરાશિ સ્વરૂપને અનુભવો, અનુભવ એક જ મુક્તિ માર્ગ છે.
અખંડ સ્વભાવની દૃષ્ટિ કરી, લીનતા કરવી તે જ વિધિ છે. જેને અંતરમાં મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ છે તથા અલ્પરાગ રહ્યો છે અને બાહ્યમાં પરિગ્રહ છૂટી ગયો છે એ નિગ્રંથ મુનિ છે. અંતરશક્તિની સંભાળ કરી-નિત્યની દૃષ્ટિ કરી–સામાન્ય સ્વભાવનો અનુભવ કરી, ભગવાન થયા છે. લોકોને મડદાં જોઈ સ્મશાનવૈરાગ્ય થાય છે પણ વર્તમાન શરીર જ મડદા સમાન છે. આત્મા અમૃત સમાન છે ને શરીર મૃતક સમાન છે. સમયસાર ગાથા ૯૬ માં કહ્યું છે કે અમૃત સમાન આત્મા મૃતક સમાન શરીરમાં રોકાયો છે-મૂર્છાઈ ગયો છે. તે મૂછ છોડી અંતરશક્તિનો વિશ્વાસ લાવી નિગ્રંથ મુનિઓ ભગવાન થયા છે. આત્માના ભાનવાળા મુનિઓ ભગવાન થયા છે.
હવે ગૃહસ્થની વાત કરે છે. ધર્મી ચક્રવર્તી બાહ્ય સંયોગોમાં દેખાતો હોવા છતાં કોઈ કોઈ વાર આત્માનો અનુભવ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com