________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૭].
[૪૧૩ ખબર નથી. અજ્ઞાની દેહ, મન, વાણીની ક્રિયાનો કર્તા આત્મા છે એમ માને છે. વિકાર વિનાના આત્માની દષ્ટિ કરવી તે ધર્મ છે, આત્માનું
સંવેદન કરવું તે અનુભવ છે. હું છું તો શરીર ચાલે છે, પરની દયા પાળી શકું છું એમ માનવું તે અજ્ઞાન છે. રાગને લીધે કર્મની પર્યાય થાય એમ માને તે અજ્ઞાની છે. આત્માનો સ્વભાવ નિત્યાનંદ છે. શરીર, વાણી પર છે. રાગની પરિણતિ ગૌણ છે. આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદ છે એવી દષ્ટિપૂર્વક સ્વનું વેદન કરવું તે મુખ્ય છે, તેને મોક્ષમાર્ગ કહે છે.
અનુભવ તૃપ્રિભાવ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે. તેની દષ્ટિ કરી મોક્ષમાર્ગ પ્રગટ થાય તેથી શાંતિ ને તૃપ્તિ થાય છે. ખાવાપીવાના પરિણામથી કે પુણ્ય-પાપથી તૃપ્તિ નથી ને ૨૮ મૂળગુણના પાલનથી પણ તૃતિ નથી. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે, તેની શ્રદ્ધા ને અનુભવ કરવો તે તૃતિભાવ છે. આત્મા શાંત અનાકુળ શક્તિનો ભંડાર છે, તેવી જ પર્યાય પ્રગટવી તે તૃતિભાવ છે. પુણ્યમાં તૃતિ નથી, વિકારથી તૃપ્તિ નથી. અનુભવ સ્વરસ છે, રાગ સ્વરસ નથી. વળી અનુભવ અખંડપદ સર્વસ્વ છે. અભેદમૂર્તિ આત્મામાં સર્વસ્વ છે, રાગમાં સર્વસ્વ નથી. આત્માનો અનુભવ કરવો-રમણતા કરવી તે નિજરસનો અનુભવ છે. આત્માની જ્ઞાનાનંદ શક્તિ વ્યક્તિ થવી તે અનુભવ વિમળરૂપ છે-નિર્મળરૂપ છે. શુભ રાગ પ્રગટ કરવો તે નિર્મળરૂપ નથી. આત્મા જ્ઞાયકસ્વરૂપ છે, તેને પ્રગટવાનું સાધન અનુભવ છે. નિમિત્ત અથવા વ્યવહાર-સાધનને અહીં ઉડાડી દીધાં. જ્ઞાનજ્યોત પ્રગટ કરવાનું કારણ અનુભવ છે.
અજ્ઞાનીને આત્મા પરથી જુદો છે એવું ભાન નથી ને પરનો ઉપકાર કરવા માગે છે, પણ પોતાથી પરમાં કાંઈ થતું નથી. બાહ્યદષ્ટિવાળાને અંતર્મુખ અવસર રહેતો નથી.
અનુભવના રસમાં સમ્યગ્દર્શનમાં-હું અખંડ જ્ઞાનાનંદ છું એવી શ્રદ્ધા ને અનુભવમાં તે અનંતા ગુણોનો રસ છે. અનુભવમાં અનંત ગુણોનો રસ આવે છે. આત્માના અવલંબને પ્રગટતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com