________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૫]
| [૪૦૩ વાંચે છે, લોકો કહે છે કે પરનો ખરેખર પ્રભાવ પડે છે, પણ તે ભૂલ છે. કારણ કે પર-પર્યાયનો આત્મામાં પ્રવેશ નથી.
અહીં આત્માનું નિમિત્તપણું બતાવવું છે. ચેતન પ્રેરક છે, અચેતન દેખતું-જાણતું નથી. અજીવને પોતાની ખબર નથી, તેને જીવ જાણે છે; છતાં અજીવની પર્યાય જીવથી થઈ માનવી અથવા જીવની પર્યાય અજીવની થઈ માનવી તે ભૂલ છે. અજીવથી જીવમાં કાર્ય માને તો સાત તત્ત્વો ભિન્ન રહેતાં નથી. જડ અનુપયોગી છે તે પ્રસિદ્ધ છે. મરતી વખતે જીવ ચાલ્યો જાય છે ત્યારે શરીર કાંઈ જાણતું નથી, જાણવાવાળો જીવ ચાલ્યો ગયો છે. જ્ઞાન આત્માની ચીજ છે. જડની પર્યાયને જ્ઞાન નથી છતાં અજ્ઞાની અભિમાન કરે છે.
ગમન કરવું તે પુદ્ગલનો ધર્મ છે, પુદ્ગલનો ખેલ છે. ભાષા થવી, શરીરનું ચાલવું તે પુદ્ગલનો ધર્મ છે, આત્માને લીધે તે ચાલતું નથી. શરીર કાંઈ જાણતું નથી. પોતે જાણવા-દેખવાવાળો છે એમ નિર્ણય કરે તો પરનો અહંકાર છૂટે.
જગતના પદાર્થો સ્વતંત્ર છે, પોતાની પરિણતિથી વહી રહ્યા છે. તેને મદદ કરનાર કે રોકનાર કોઈ પણ નથી. પરનું કરી શકું છું એવું અભિમાન મિથ્યાદર્શનશલ્ય અનંતગણું પાપ છે.
જડની પર્યાય જડથી થાય છે, આત્માથી તે થાય છે એમ માનવું તે અભિમાન છે ને તે અભિમાન તત્ત્વજ્ઞાન વડે તજવું એ મોક્ષનું મૂળ છે. અશુદ્ધ પર્યાય તે સંસાર છે, સ્વસમ્મુખતારૂપ અધૂરી નિર્મળ પર્યાય તે મોક્ષમાર્ગ છે અને પૂર્ણ શુદ્ધ પર્યાય તે મોક્ષ છે. પરનો અહંકાર છૂટવો અને સ્તની દઢતા થવી તે મોક્ષનું મૂળ છે.
ચરણાનુયોગના કથનમાં શુભની વાત આવે છે, ત્યાં શુભ વિકલ્પનું જ્ઞાન કરાવે છે. શુભભાવ આવે છે પણ શુભભાવથી અચેતનની પર્યાય થતી નથી. તૃણનો એક ટૂકડો કરવાની તાકાત જીવમાં નથી. તે પુદ્ગલ છે તે તેના કારણે પુરાય છે ને ગળે છે. અજ્ઞાની માને છે કે મારાથી તેના ટુકડા થાય છે. હાથની પર્યાય તથા ઘાસ-તૃણની પર્યાયને અન્યોન્ય અભાવ છે. હાથથી તૃણનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com