________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ ચલાવવો તે આત્માના હાથની વાત નથી. પોતે દેહનો પણ વ્યવહાર જાણનાર છે. પોતે એવું જાણે કે દેહમાં દેહથી ભિન્ન દેહને દેખવાવાળું મારું ચેતનરૂપ છે. આત્મા જડને ચલાવે તે નિમિત્તનું કથન છે.
તનતા, મનતા, વનતા, નહતા નહસમ્મના
लघुता गुरुता, गमनता-ये अजीवके खेल।।
જડની પર્યાય જડના કારણે થાય છે, તેમાં આત્મા નિમિત્ત છે. જીવમાં ઈચ્છા થાય છે માટે તેને પ્રેરક કહે છે. નિમિત્તના બે પ્રકાર છે. સ્થિર પદાર્થ નિમિત્ત હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે, ઈચ્છાવાન અથવા ગતિમાન પદાર્થ નિમિત્ત હોય તેને પ્રેરક નિમિત્ત કહે છે આત્મામાં ઈચ્છા છે માટે આત્માને પ્રેરક નિમિત્ત કહે છે પણ આત્મા પ્રેરણા કરીને શરીરને ચલાવે છે-એમ તેનો અર્થ નથી. બધા દ્રવ્યો અસહાય છે, કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક નથી. ઉદાસીન અને પ્રેરક એ તો નિમિત્તના બે ભેદ છે. અજ્ઞાની કહે છે કે અમે પ્રેરક નિમિત્ત છીએ તો કામ થાય છે ને? પણ તે વાત ખોટી છે.
શ્રી સમયસાર-નાટક પૃ. ૩૫૧ માં કહ્યું છે:कोऊ शिष्य कहै स्वामी राग दोष परिनाम ,
ताको मूल प्रेरक कहहु तुम कौन है। षुग्गल करम जोग किंधौ इंद्रिनिको भोग,
किंधौ धन किंधौ परिजन किंधौ मौन है। गुरु कहै छहौ दर्व अपने अपने रूप,
सबनिकौ सदा असहाई परिनौन है। कोऊ दरब काहूको न प्रेरक कदापि तातै,
राग दोष मोह मृषा मदिरा अचौन है।।६२।। કર્મ જડ છે, કર્મથી વિકાર થતો નથી. પોતાથી વિકાર થાય છે તો કર્મને નિમિત્ત કહેવાય છે. જીવો પોતાની દષ્ટિથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com