________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮]
[ શ્રી અનુભવ પ્રકાશ લાભ માની મેં દુ:ખ સહુન કર્યું. અનંતા કેવળીઓ તથા સંતો એમ જ કહે છે કે આનંદકંદ ધ્રુવસ્વભાવમાં પ્રવેશ કરી આત્માનો અનુભવ કર. શ્રીગુરુ એમ કહે છે કે વિકાર ને નિમિત્તની રુચિ છોડી, ભગવાન આત્માની રુચિ કર-એમ ગુરુના કહેવા મુજબ શ્રદ્ધા કરે તો મુક્તિનો નાથ થાય. પોતે શ્રદ્ધા કરે તો ગુરુને નિમિત્ત કહેવાય, ગુરુ શ્રદ્ધા કરાવી દેતા નથી. સભ્યશ્રદ્ધા રાગ, પુણ્ય કે ભોગવાસનાનો આદર કરતી નથી, સંયોગનો આદર કરતી નથી, નિશ્ચયથી સ્વભાવનો આદર કરે છે. એક સમયમાં સ્વભાવ પરિપૂર્ણ છે. શરીર અને રાગમાં લાભ નથી, અંતર ધ્રુવસ્વભાવની સાથે લાભનો સંબંધ છે. નિમિત્ત અને રાગ સાથે લાભનો સંબંધ નથી-એમ સત્યશ્રદ્ધા કરે ને પછી સ્થિરતા કરે તેને કેવળજ્ઞાન જરૂર થાય. શ્રદ્ધા ચોથા ગુણસ્થાને થાય છે. પોતાના સ્વભાવની શ્રદ્ધા થઈ એટલે અંશે આચરણ થયું, તે વિશેષ સ્થિરતા લાવી મુક્તિ પામશે. માટે શ્રદ્ધાથી મુક્તિનો નાથ થાય છે. એમ કહ્યું છે.
હવે ગ્રંથકાર હરખ બતાવે છે. ધર્મી જીવને રાગ છે તેથી ગુનો ઉપકાર ગાય છે. ગુરુએ ભવગર્ભમાંથી નીકળવાનો ઉપાય બતાવ્યો. ચોરાશી લાખના અવતારના મધ્યમાં અજ્ઞાની જીવ પડયો હતો તેને શ્રીગુરુએ તાર્યો-એમ કહે છે. આત્મા પોતાની શક્તિના વિશ્વાસે તરશે એવો ઉપાય બતાવ્યો. સિદ્ધપદની શક્તિ આત્મામાં છે, તે પોતે પ્રગટ કરી શકે છે એમ ભાન થયું એટલે ગુરુ પ્રત્યે વિનય લાવી ઉપકાર માને છે. જે પોતાના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પામે છે તે જીવને શુભરાગ વખતે ગુરુનું બહુમાન આવ્યા વિના રહેતું નથી.
આત્મા ચિદાનંદ જ્ઞાયક છે, તેના આશ્રયે જન્મ-મરણનો અંત આવે છે. વ્યવહાર કરવાથી જન્મ-મરણનો અંત આવતો નથી. આમ ગુરુના કહેવાનો આશય પકડ્યો તો ગુરુને નિમિત્ત કહેવાય. આત્માની પર્યાયમાં થતા રાગની જેને પ્રીતિ છે તેને આત્માની પવિત્રતાની પ્રીતિ નથી. આત્માની પ્રીતિમાં પુણ્યની ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com