________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪]
[ શ્રી અનુભવ પ્રકાશ બધા આત્માનો અનુભવ કરે છે. આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે, એનો ભોગવટો કરે છે તે અનુભવ છે. એવો અનુભવ પંચપરમગુરુ કરે છે. આચાર્ય, મુનિ આદિને અલ્પ આનંદ હોય છે અને સિદ્ધ અરિહંતને પૂર્ણ આનંદ હોય છે, પણ તે બધા આનંદને જ અનુભવે છે.
અરિહંતનું લક્ષણ બહારમાં સમવસરણ છે તે નથી. બહારની ચીજ તો ઇંદ્રાદિને પણ હોય છે. સમંતભદ્રાચાર્ય કહે છે:- ભગવાન ! હું તો આપને સર્વજ્ઞપદ અને વીતરાગદશા પ્રગટ થઈ છે તેથી આપને અરિહંત માનું છું પણ બહારના કારણે હું આપને અરિહંત માનતો નથી. અરિહંતપદ તો આત્માની પર્યાય છે, અરિહંતપદ કોઈ જડની દશા નથી. વીતરાગ ચિદાનંદ દશા થઈ છે, એ અરિહંતપદ છે. આપ શરીરાદિના ધણી નથી, વાણી પણ આપ કરતા નથી, આપને કોઈ પર રાગ-દ્વેષ નથી, આપ તો વીતરાગ છો. અને આચાર્ય મુનિ થયા છે તે બધા
સ્વરૂપ-અનુભવ કરે છે. મહાપુરુષો તો અનુભવના પંથે ગયા છે. મોટા પુરુષો જે પંથે ગયા છે તે પંથે જ્ઞાનીને જવું તે કર્તવ્ય છે. એના પંથે જવું તે અનંતકલ્યાણનું મૂળ છે.
ચેતનામાં એકાગ્ર થાય તો અચળ જ્ઞાનજ્યોતિ ત્યાંથી પ્રગટ થાય છે. એકદેશ શુદ્ધદશા કરીને જ્ઞાનદ્વારમાં જ્ઞાનલક્ષણથી જાણે. જ્ઞાનદ્વારમાં સ્વરૂપશક્તિને જાણવી. લક્ષણ જ્ઞાન અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં ભાસે છે ત્યારે સહજ આનંદધારા વહે છે, તે અનુભવ છે.
સહજ ધારાવાહી નિજશક્તિ પ્રગટ કરતો કરતો સંપૂર્ણ વ્યક્તતા કરે છે ત્યારે યથાવત્ જેવું તત્ત્વ છે તેવું પ્રત્યક્ષ દેખે છે. હવે અજ્ઞાનીની વાત કરે છે. જુઓ, જેમ કોઈ ઠગવિદ્યા વડે કાંકરાને નીલ, હીરા, મોતી બતાવે, સાવરણીના તૃણને સર્પ કરી બતાવે એ સાચું નથી; એમ આત્મા પરમાં સુખ માને છે તે ઠગવિદ્યા છે, છે. પરમાં સુખ, પૈસામાં સુખ, ખાવામાં સુખ, શરીરમાં સુખ માને છે તે બધી ઠગવિદ્યા છે, તે બધું ખોટું છે.
'
.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com