________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૨]
[૩૮૩ સહજ ભાવે પોત-પોતાનામાં આચરણ, વિશ્રામ, સ્થિરતારૂપ પરિણમન કરે તો વિભાવ મટે. જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે બાહ્ય છે. શરીર, વાણી તો આત્માની ચીજ નથી, પરંતુ વ્યવહારરત્નત્રયના પરિણામ પણ બાહ્ય છે, વિકાર છે અને અશુદ્ધ છે. તે પરિણામ અશુદ્ધ હોવાથી આત્મા પણ અશુદ્ધ થાય છે. જો પોતે બાહ્ય વિકારમાં ન આવે અને ઉપયોગ ને પોતાની જ્ઞાયક શક્તિને જાણવામાં રોકે તો નિજરૂપમાં સ્થિર થાય. ચેતન-ઉપયોગની પ્રતીતિ કરતાં કરતાં, પરથી સ્વામિત્વ મટાડી, સ્વરૂપસ્વાદ ચઢતો ચઢતો જાય, ત્યારે શુદ્ધ ઉપયોગ સ્વરસમાં પૂર્ણ વિસ્તાર પામે તે કૃતકૃત્યપણું છે.
આ જિનેન્દ્રશાસનમાં સ્વાદ્વાદ વિધાના બળથી નિજજ્ઞાનકળાને પામી અનાકુળ પદને પોતાનું કરે તે ધર્મ છે. ભગવાન વીતરાગના માર્ગમાં સ્વાદ્વાદથી આત્માના પૂર્ણ સ્વભાવને પમાય છે. સ્વાદ્વાદ એટલે આત્મા આત્મામાં છે, નિમિત્તમાં નથી–અને નિમિત્ત નિમિત્તમાં છે, આત્મામાં નિમિત્ત નથી-એ સ્યાદવાદ છે. જેને એની ખબર નથી તે અજ્ઞાની પરમાં ધર્મ માનીને, હરખ કરી કરીને ભાવમાં રખડે છે. આત્મા તો જાણે કાંઈ વસ્તુ જ નથી. શરીર, વાણી, પર અને વ્યવહાર જ એને ભાસે છે. અહીં તો કહે છે કે જ્ઞાની તો સ્યાદવાદકળાને બરાબર જાણીને પોતાના અનાકુળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
અહીં તાત્પર્ય એ છે કે પરનું ધણીપણું સર્વથા મટાડી સ્વરસારસ્વરૂપ શુદ્ધ ઉપયોગ કરો. રાગ-દ્વેષ વિષય વ્યાધિ છે, તેને મટાડી મટાડી પરમ પદને પામો.
આત્મભ્રાન્તિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ સુજાણ;
ગુરુઆજ્ઞાસમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”
અતીન્દ્રિય-અખંડ-અતુલ-અનાકુળ સુખને પોતાના પદમાં સ્વસંવેદન પ્રત્યક્ષથી વેદો, સર્વસંત મુનિજન પંચપરમગુરુ સ્વરૂપઅનુભવને કરે છે. જેટલા સંત-ભાવલિંગી મુનિ જૈનદર્શનમાં થયા છે તે બધા અનુભવને કરે છે. સિદ્ધ અરિહંતાદિ પંચ પરમેષ્ઠી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com