________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦]
[ શ્રી અનુભવ પ્રકાશ વળી રાગ-દ્વેષાદિ પરિણામમાં રોકાય તે કર્મચેતના છે, તે વિકારી છે. મિથ્યાત્વાદિ ભાવમાં ચેતના પરિણમે છે, કર્મ પરિણમતાં નથી. આમ પોતાના ભાવકર્મનો વિચાર કરે. રાગ-દ્વેષ, દયાદાનાદિભાવપણ ચિવિકાર હોવાથી તે ભાવકર્મ છે. તેમાં જ્ઞાતાદ્રષ્ટા શક્તિ રોકાઈ જાય છે, માટે તેને કર્મચેતના કહે છે. તેનો આદર કરવો નહિ. કર્મને લીધે રાગદ્વેષ નથી. પોતે રોકાય છે તો ચિવિકાર થાય છે. પોતે પોતાથી મલિન થયો છે, પરથી મલિન થયો નથી. કોઈએ અથવા કર્મના ઉદયે વિકાર કરાવ્યો નથી.
એકલો જ્ઞાનપ્રકાશ આત્માનો વિલાસ છે. તેને અજ્ઞાની સંભાળતો નથી. શાસ્ત્રથી જ્ઞાન થશે વગેરે પ્રકારે મોટું રાખી શાસ્ત્ર સાંભળે છે. પોતે જ્ઞાન કરે તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય, તે વાતને સમજતો નથી. વળી ખબર છે કે શરીર નાશ પામશે, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, દિકરા, દીકરી રહેશે નહિ; છતાં તેનાથી હિતભાવ કરે છે. પ્રત્યક્ષ જુદાં હોવા છતાં તેનાથી ભેદજ્ઞાન કરતો નથી. ઘડપણમાં દીકરા કમાણી કરી આપશે–એમ માની પોતાના માને છે, તેનાથી હિતભાવ કરે છે ને અશુભભાવ કરીને નરકનો બંધ પાડે છે. લક્ષ્મી, પુત્ર વગેરે અનંત દુઃખના નિમિત્ત છે, છતાં તે દુઃખના નિમિત્તકારણને સુખનાં કારણ સમજે છે. માટે પરથી ભેદજ્ઞાન કરી, વિકારથી ભેદજ્ઞાન કરવું તે ધર્મ
RSS
Please inform us of any errors on rajesh@AtmaDharma.com