________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૧]
[૩૭૯ ઉત્કૃષ્ટ શક્તિ છે-એમ કહ્યું છે. કેવળજ્ઞાન ન પ્રગટવામાં નિમિત્તપણે થવામાં ઉત્કૃષ્ટતાનું વર્ણન છે પણ તે કર્મ જ્ઞાનને રોકે છે એવો અર્થ નથી. મોહનીયકર્મ મોહ કરાવતું નથી. આમ આઠ કર્મોને આત્માથી જાદાં જાણે. અષ્ટકર્મ દહન કરવાની શક્તિ તો સ્વભાવમાં છે. મારામાં એવી ચિદાનંદ અગ્નિ જાગો જેથી આઠ કર્મ નાશ થઈ જાય-એવી ધૂપ પૂજા વખતની ભાવના છે. ધૂપ મૂકવાની ક્રિયા તથા ધૂપ જડ છે, પૂજામાં તુણાભાવ ઘટાડે તેટલો પુણ્યભાવ છે. ધર્મીને ધર્મપ્રભાવનાનો ભાવ આવે છે પણ તે ખરેખર ધર્મ નથી. આત્મા શરીર અને કર્મથી જુદો છે ને વિભાવથી પણ જુદો છે એવું ભાન થવું તે ધર્મ છે. શરીરથી ધર્મ થાય, કર્મ મંદ પડે તો ધર્મ થાય-તેમ માનનારને શરીર ને કર્મની રુચિ છે.
આત્મા ચૈતન્યઉપયોગમય છે. શરીરાદિ પ્રત્યક્ષ જાદાં છે. શરીર અને કર્મમાં ચેતનાનો પ્રવેશ નથી. આત્મા શરીરને ચલાવતો નથી. શરીર જડ છે. જડનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આત્માના સ્વ-ચતુષ્ટયનો અભાવ છે. ચેતનાનો અંશ શરીરમાં નથી, કર્મનો અંશને શરીરનો અંશ ચેતનમાં નથી. ચેતન ને જડ જુદાં છે. આમ શાસ્ત્ર કહે છે, વીતરાગ પ્રત્યક્ષ કહે છે. સાધારણ માણસો કહે છે કે શરીર ને આત્મા જુદા છે પણ તે માત્ર બોલવા ખાતર છે, પણ યથાર્થ ભેદજ્ઞાન કરતા નથી.
ચૈતન્યમાં જડનો પ્રવેશ નથી, વીતરાગની વાણી સ્પષ્ટ-પ્રત્યક્ષ કહે છે. હું જ્ઞાનસ્વરૂપ છું ને આવાં શરીર અનંતા છોડ્યાં એમ ખ્યાલમાં આવે છે. જો શરીર તારું હોય તો તારાથી જુદું કેમ પડે? શરીર જુદું પડે છે માટે તે તારું નથી. દર્શન-શાન તારો સ્વભાવ તારાથી જુદો પડતો નથી માટે આત્મા દેખવા-જાણવાવાળો છે ને જાણવું–દેખવું તે જ મારો ઉપયોગ છે. જડમાં ઉપયોગ નથી. શરીરને શરીરની ખબર નથી. આત્માને પોતાની તથા શરીરની ખબર પડે છે. શરીર, કર્મ અનુપયોગી છે ને પોતે ઉપયોગી છે, આમ વિચારતાં જડ-ચેતનની ભિન્નતાની પ્રતીતિ આવે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com