________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
જ્ઞાનરસ પીએ ને અનુભવ કરે. હું રાગ નથી પણ રાગનો જાણનારો છું, તે પણ વ્યવહારથી છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં એકગ્રતા કરવી તે નિર્વિકલ્પ અનુભવ છે. સાધકની ભૂમિકામાં રાગ થવા છતાં સાધક તેને પોતાનો ન માને.
જીભનો સ્વભાવ એવો છે કે મોઢમાં નાખેલ ગુંદર જેવી ચીકણી ચીજને ઓગાળી નાખે ને જીભને ચીકાશ કાઢવા સાબુની જરૂર પડતી નથી; તેમ બાહ્ય ક્રિયાકાંડથી રાગદ્વેષની ચીકાશ નાશ થતી નથી. પરથી લૂખા એવા આત્માના અવલંબને રાગની ચીકાશ નાશ પામે છે.
અજ્ઞાની જીવ પ૨ પદાર્થની કર્તાબુદ્ધિમાં રોકાયો છે. વિભાવ અજ્ઞાનધારા અથવા મૂર્છાધારા છે. સ્વભાવનું જ્ઞાન કરવું તે જ્ઞાનધારા તે. બન્ને ધારાને જ્ઞાની જાણે છે.
66
શ્રી સમયસારના પુણ્ય-પાપ અધિકારના શ્લોક ૧૧૦ માં કહ્યું છે; જયાં સુધી જ્ઞાનની કર્મવતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાંસુધી કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.”
સાધકદશામાં બે ધારા હોય છે. કર્મધારા એટલે જડકર્મની વાત નથી પણ પોતાની નબળાઈથી થતા રાગદ્વેષના પરિણામ તે કર્મધારા છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞાનધારા છે. રાગને જ્ઞાન જુદો જાણે છે.
જેણે વિભાવથી આત્માને જુદો જાણ્યો ને આઠ કર્મથી આત્માને જાદો જાણ્યો તેને ધર્મ થાય છે. “ર્મ વિવારે છૌન મૂત્ર મેરી અધિારૂં” કર્મ અજીવ છે, તે ભૂલ કરાવતું નથી, પોતે અપરાધ કરે છે. કર્મને લીધે રાગદ્વેષ માને તેને ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે છે, તે નિમિત્તનું કથન છે. શાસ્ત્રમાં કેવળજ્ઞાનાવરણીય કર્મની શક્તિ ઘણી મોટી કહી છે. જીવ પોતે કેવળજ્ઞાન પ્રગટ ન કરે ત્યારે કેવળજ્ઞાનમાં વિશ્ર્વરૂપે નિમિત્ત થાય તે કેવળજ્ઞાનાવરણીય કર્મ છે તેથી તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com