________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮]
[ શ્રી અનુભવ પ્રકાશ ૪૦. અધિકરણ :- આત્મામાં અધિકરણ-આધાર નામે ગુણ છે. એરણ ઉપર દાગીનો ટીપે છે તે એરણને આધાર કહેવાય છે. તે વ્યવહાર દષ્ટાંત છે. તેમ આત્મામાં અધિકરણ નામનો ગુણ છે, તેના આધારે નિર્મળતા પ્રગટે છે, નિમિત્ત કે વ્યવહારના આધારે ધર્મ પ્રગટતો નથી. વીતરાગી પર્યાયનો આધાર ત્રિકાળી આધાર નામનો ગુણ છે. સ્તવનમાં પ્રભુને આધાર કહે છે, તે નિમિત્તથી કથન છે. આત્માનો આધાર અથવા ધર્મની દશાનો આધાર-અધિકરણ નામનો ત્રિકાળી ગુણ છે.
આત્માની પેઠે દરેક દ્રવ્યમાં નિરંતર પોતપોતાનું કાર્ય કરનારા છે કારકો સ્વતંત્ર રહેલા છે. અહીં આત્માની વાત ચાલે છે. જે રાગના આધારે ધર્મ હોય તો રાગ ટળી જતાં ધર્મનો પણ અભાવ થઈ જાય; મનુષ્ય દેહ અથવા મજબૂત સંહનનનો આધાર હોય તો તે ખસી જતાં નિર્મળતા રહેત નહિ, પણ એમ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જિનમંદિરો હોય, મુનિઓ વિચરતા હોય તો ધર્મની પ્રભાવના થાય. એ નિમિત્તથી કથન છે. શુભ વિકલ્પ આવે પણ તેના આધારે કે મંદિરોના આધારે ધર્મ પ્રગટતો નથી, પણ અધિકરણ ગુણના આધારે ધર્મ પ્રગટે છે, ટકે છે ને વધે છે. જો રાગ અને પુણ્યને લીધે ધર્મ હોય ને શાસ્ત્રથી ધર્મ હોય તો તે ખસી જતાં અથવા રાગ ટળી જતાં તે ધર્મનો નાશ થઈ જાય પણ એમ બનતું નથી.
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન અપાદાન અને અધિકરણ -આ છે કારકો થયા તે પરની અપેક્ષા રાખતા નથી. કોઈ ઈશ્વરને જગકર્તા ઠરાવે તે ખોટી વાત છે. પોતે પોતાનો કર્તા છે, નિર્મળતારૂપી કર્મ થાય એવો પોતાનામાં ગુણ છે, પોતે સાધન છે, પોતે પોતાને દાન આપે, પોતે પોતાથી પોતા વડ નિર્મળતા પ્રગટાવે ને પોતાને આધારે નિર્મળતા પ્રગટાવે આમ છ ગુણો પોતામાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com