________________
[ ૨૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫]
૩૭. કરણ :- નિજકાર્ય કરવામાં ઉત્કૃષ્ટ સાધનને કરણકારક નામે ગુણ કહેલ છે. ધર્મનું સાધન પોતે બનાવે છે. સાધન નામનો ગુણ સદાય આત્મામાં છે. તે ન હોત તો સ્વરૂપપરિણમન-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી પરિણમન ન થાત. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના સાધન વડે મોક્ષદશા થાય છે. એવો ત્રિકાળ સાધન નામનો ગુણ છે. ચોથો માળ, મજબૂત સંહનન વગેરેની અજ્ઞાની જીવો કેવળજ્ઞાનનું સાધન કહે છે પણ તે ખરું સાધન નથી. કરણ નામનો ગુણ પરિણમીને સાધન થાય છે. સાધકદશામાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના શુભ રાગને ઉપચારથી સાધન કહેવાય છે, પણ જો કરણ નામનો ગુણ આત્મામાં ન હોત તો આત્માના
સ્વરૂપનું સાધન ન થાત. તે ગુણ છે તો વીતરાગી દશારૂપે તે પરિણમી રહ્યો છે. નિમિત્ત બાહ્યમાં હોવા છતાં ને શુભરાગ હોવા છતાં, આ કરણ ન હોત તો વીતરાગી દશા ન થાત. તે સાધન દ્રવ્યમાં ત્રિકાળ પડ્યું છે. નિમિત્તમાં કે રાગમાં સાધન નથી.
- ૩૮. સંપ્રદાન :- આત્મામાં સંપ્રદાન નામનો ગુણ છે. તે ન હોત તો પોતાની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપી વીતરાગી દશા પોતાને સમર્પણ થઈ ન શકત આ ગુણને લીધે પોતાની નિર્મળ પર્યાય પ્રગટાવી પોતાને સોંપે છે. આત્મા પર પદાર્થનું દાન આપી શકતો નથી તેમ જ રાગ કરીને પોતામાં તેને રાખી શકતો નથી. નિર્મળ પર્યાય પ્રગટાવી પોતામાં રાખી શકે છે, તે સંપ્રદાનગુણને લીધે છે.
૩૯. અપાદાન :- આત્મામાં અપાદાન ગુણ છે. તે ન હોત તો પોતાથી પોતા વડે પોતારૂપ ન રહેત, પણ પરરૂપ થઈ જાત. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે શુભરાગ હોય પણ તે વ્યવહાર હેતુરૂપ ક્યારે કહેવાય? ને તે શુભરાગને બાહ્ય ચીજો નિમિત્ત ક્યારે કહેવાય? પોતે પોતાનું સાધન પ્રગટ કરે તો શુભરાગ તથા બાહ્ય ચીજોને સાધનરૂપ નિમિત્ત કહેવાય. અહીં અપાદાનગુણની વાત છે. વીતરાગી દશા પોતામાંથી પ્રગટે છે. પોતાથી પોતા વડે નિર્મળતા પ્રગટે છે. નિમિત્તથી કે રાગથી ધર્મ થઈ શકે એવો ગુણ આત્મામાં નથી. પોતાથી પોતા વડે પોતામાં રહે તેવો ગુણ આત્મામાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com