________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૪, મંગળ ૩-૨-૧૩
પ્ર. -૫૯
ચૈતન્યસ્વભાવનો અનુભવ અને વેદનનો પ્રકાશ થાય તે અનુભવપ્રકાશ છે. ચિદાનંદની રુચિ કરીને આત્મામાં લીનતા થાય તે અનુભવ, સમાધિ અને મોક્ષમાર્ગ છે.
આગમમાં સ્વરૂપને વેચવાનું જ વિધાન કહ્યું છે. શુદ્ધ ચિદાનંદ હું છું એવી અંતરદૃષ્ટિમાં રમણ કરવું તેનું વિધાન સર્વજ્ઞોએ ભાખ્યું છે. કચાશ રહી જાય અને શુભભાવ થાય એનું વિધાન મુખ્યપણે કહ્યું નથી. આત્મા એક સમયમાં પરિપૂર્ણ ચિદાનંદ પિંડ છે. એનું મુખ્યપણે વેદન કરવું તે જ વિધાન છે. જે પર્યાયને બિલકુલ માનતો નથી એને શુદ્ધઅશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે એમ કહેલ છે. અહીં તો જેને પર્યાયનું જ્ઞાન છે તેને પર્યાયદષ્ટિ છોડાવી ત્રિકાળ ધ્રુવ આત્મા શુદ્ધ છે એની દષ્ટિ કરાવે છે. આત્મા એક સમયમાં ચિદાનંદ પરિપૂર્ણ છે, એવી દષ્ટિ કરવી તે જ વિધાન છે અને એમાં સ્વાશ્રયના બળ વડે જેટલા અંશે પુણ્યપાપની વૃત્તિનો અભાવ થાય તેટલી સમાધિ છે. સ્વરૂપનું વદન થવું તે અસ્તિથી વાત કરેલ છે અને વિકારનો અભાવ થવો તે નાસ્તિથી વાત કરેલ છે.
હવે આ છેલ્લો અધિકાર છે, માટે એમાં સાર સાર વાત કરે છે. આ ચોથા ગુણસ્થાનની વાત છે. જેટલું સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન છે એના પ્રમાણમાં અંતરશાંતિનું વેદન છે. ચોથા ગુણસ્થાને પણ નિર્વિકલ્પ સમાધિ અંશે હોય છે અને અંશે શુદ્ધ ઉપયોગ પણ હોય છે. પૂર્ણ શુદ્ધ ઉપયોગ તો બારમે ગુણસ્થાને હોય છે. અહીં તો જેટલે અંશે પુણ્યપાપનો અભાવ થયો એટલે અંશે આત્માનો અનુભવ હોય છે. ત્રિકાળ ચૈતન્યજ્યોતના આશ્રયે ઉત્પન્ન થયેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com