________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ ]
શ્રી અનુભવ પ્રકાશ આનંદ પ્રગટે-આત્મા અંતર શુદ્ધસ્વરૂપ છે, એનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે. એ સમ્યજ્ઞાન થતાં આત્માનો મહિમા થાય છે અને આત્મા જાણતાં જ આનંદ થાય છે. હું જ્ઞાયક છું, અખંડ છું, અભેદ છુ-એમ જાણવુ તે જ આનદ છે. જ્ઞાન જ્ઞાનને જાણે તે આનંદ છે. જ્ઞાન રાગ અને પરને જાણવામાં રોકાતું હતું તે જ દુઃખ હતું. જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન દર્શનને જાણે છે, જ્ઞાન બધા ગુણોને જાણે છે અને પોતાની પર્યાયને પણ જાણે છે. તે કેટલી નિર્મળ છે અને કેટલી મલિન છે તેને પણ જાણે છે. એકદેશ જ્ઞાન સાધવા દશામાં છે, પૂર્ણજ્ઞાન નથી, પૂર્ણજ્ઞાન તો કેવળદશામાં થશે. અંતજ્ઞાન દ્વારા પોતાના દ્રવ્યને તથા અનંત ગુણોનો જાણતાં પરમપદ પામે છે. નીચલી દશામાં આત્માને યથાર્થ જાણતા પરમપદ જેવું અંશે સુખ પ્રગટે છે. સાધકદશામાં પ્રત્યક્ષ જાણતો નથી, તેથી ત્યાં જ્ઞાન પરોક્ષ છે, પણ વેદન પ્રત્યક્ષ છે. જ્ઞાન પ્રત્યક્ષ નથી, પણ પ્રતીતિમાં તો પ્રત્યક્ષ છે, સ્વરૂપમાં ઉપયોગ જામી ગયો હોય એવી સમાધિ થતાં બાહ્ય પરિષહાદિનું વદન થતું નથી. સનતકુમાર ચક્રવર્તીને કોઢ હતો. વળી મુનિને અગ્નિમાં કોઈ નાખી દે એ વખતે પણ તેમને આત્માનું વદન હોય છે, દુઃખનું વદન હોતું નથી, કેમકે ત્યાં નિર્વિકલ્પ અનુભવ હોય છે. સમયસાર કળશ ૧૦ માં કહે છે કે જ્ઞાનસ્વરૂપે થવાનું એટલે અનુભૂતિ કરવાનું જ આગમમાં નિધાન અર્થાત ફરમાન છે. ભગવાન આત્માના અનુભવને જ ધર્મની વિધિ કહી છે. સર્વજ્ઞની વાણીમાં એવું ફરમાન નીકળ્યું છે કે તારો આત્મા જ્ઞાનાનંદ છે, અખંડ છે-એનો જ એક અનુભવ કરવો તે વિધાન છે. શરીરની કે રાગની વિધિ કરતાં કરતાં ધર્મ થાય-એમ નથી. વિધિ વિધાન તો આત્માની દષ્ટિ કરી અંતર્લીનતા કરવી તે એક જ છે. પુણ્ય-પાપનો વિકાર તે વિધિ નથી. રાગની ભૂમિકામાં હેયબુદ્ધિપૂર્વક તે દયા-દાન-ભક્તિ-વ્રતાદિના શુભભાવ આવે ખરા પણ ભગવાને ખરેખર તેને ધર્મની વિધિ કહી નથી. આત્માનો અનુભવ કરવો એ જ ધર્મ છે, એ જ વિધિ અને એ જ વિધાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com