________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૮]
[૩૬૧ પ્રગટી છે એટલી શાંતિ તો સદાય હોય છે. પાંચમા ગુણસ્થાને અને છઠ્ઠી ગુણસ્થાને એના કરતાં પણ શાંતિ વધી ગઈ છે. મુનિપણું કષ્ટરૂપ નથી.
આત્મા અનાકુળ અકષાય આનંદરૂપ છે. એમાં લીન થતાં મનના સંકલ્પ-વિકલ્પ તૂટી જાય છે, બુદ્ધિપૂર્વક ઉત્થાન થતું નથી. તે આનંદને ધારણ કરી રહ્યો છે, તે સ્વરૂપ ધારણા છે.
પોતાનો જ્ઞાનઉપયોગ રાગાદિ-પરમાં ઝુકાવ કરતો હતો, પરમાં એકાગ્ર થતો હતો તેને બદલે આત્મા ચિદાનંદ અચળ વસ્તુ છે, એમાં જેટલો ઉપયોગ જોડયો તેટલું પરનું વિસ્મરણ થાય છે. આનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે. લોકો બહારમાં ધર્મ માની રહ્યા છે. જ્ઞાનજ્યોતમાં જેટલો ઉપયોગ લીન થયો, સ્વભાવમાં સ્થિર થયો ત્યારે પર ઉપાધિ રહેતી નથી, એટલે નિપાધિ સ્વરૂપ પ્રગટે છે તે સમાધિ છે.
આધિ-વ્યાધિ-ઉપાધિરહિત દશા તે સમાધિ કુટુંબ-પરિવાર આદિ પરની ક્રિયા તે ઉપાધિ છે, શરીરમાં શરીરમાં રોગાદિ થાય તે વ્યાધિ અને મનમાં સંકલ્પ-વિકલ્પ થાય તે આધિ છે. એ ત્રણથી રહિત આત્મામાં લીન થવું તે સમાધિ છે. આત્મા મન, વાણી અને દેહથી ભિન્ન છે. શુભાશુભભાવથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ સ્વસમ્મુખ દષ્ટિ થતાં લીનતા થાય તે સમાધિ છે, એ જ ધર્મ છે. આવું સ્વરૂપ સમજે નહિ અને બહારથી હા, હો અને હરિફાઈ કરે, લાખ રૂપિયા દાનમાં આપે અને લોકો માન આપે, એમાં આત્માનો ધર્મ નથી. પર પદાર્થની ક્રિયા થાય છે એ તો જડનું વહેવું-દ્રવણ છે અને શુભાશુભ ભાવ તે વિકારનું દ્રવણ છે, એમાં આત્માનું દ્રવણ નથી. સ્વભાવનું દ્રવણ થાય તે ધર્મદશા છે.
સમ્યજ્ઞાન થવાથી સુખ થાય. સમ્યક એટલે સત્ય અને સત્ય તે જ સુખ છે. મિથ્યાજ્ઞાન તે અસત્ય છે અને અસત્ય તે દુઃખરૂપ છે. સમ્યજ્ઞાન થતાં વસ્તુનો મહિમા થાય અને આત્મામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com