________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૩]
[ ૩૩૩ લડાઈની ક્રિયા આદિ જડની ક્રિયા છે, આત્મા હાથ કે તીરને અડતો નથી. જડના પરાવર્તન મુજબ પરિણમન થાય છે. અલ્પ દ્વેષ થાય છે તેને ધર્મ જાણે છે. પોતે જ્ઞાયકસ્વભાવી છે એમ ટકાવી રાખે તે શુદ્ધ સ્વરૂપપરિણતિ ધર્મ છે.
(૧૩) અપા૨મહિમાધા૨ક ધર્મ:- આત્માની સ્વભાવદશા અપાર મહિમાવાળી છે. તે દશા પ્રગટતાં ધર્મીને ઇન્દ્રપદ, રાજ્યપદ તુચ્છ લાગે, ચક્રવર્તીનો વૈભવ તુચ્છ-ઉકરડા સમાન લાગે, વ્યવહારરત્નત્રયના પરિણામને પણ ઝેર સમાન માને, અનંતા ગુણોનો પિંડ આત્મા છે તેનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતારૂપ દશા પ્રગટે તેનો અપાર મહિમા છે; જેની મહિમા ભગવાનની વાણીમાં પણ પૂરી આવતી નથી. સ્વભાવમાં આવી અનંત શક્તિ છે. એમ શ્રદ્ધા ને લીનતા કરી જે દશા પ્રગટી તેને અપારમહિમાધારક ધર્મ કહે છે.
આ નિજધર્મ અધિકા૨ પૂર્ણ થયો.
દરેક ગુણની અનંત શક્તિ છે. તેની અનંતી પર્યાય છે. એક ગુણ પોતાને ઉપાદાન છે ને બીજા અનંતાને નિમિત્ત છે. જ્ઞાનગુણે અનંતા ગુણોને જાણ્યા. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા ગુણોને-દર્શન, ચારિત્ર વગેરેને જાણી લ્યે છે, તેથી અનંતા ગુણોને ધારે છે. ચારિત્રગુણનો પર્યાય અનંતા ગુણોને સ્થિરતામાં ધારી રાખે છે. આનંદની પર્યાય અનંતા ગુણોનો આનંદ ધારી રાખે છે, સમ્યગ્દર્શન પર્યાય અનંતા ગુણોની પ્રતીતિ ધારી રાખે છે. એમ એક એક ગુણની ઉપાદાનશક્તિ અનંતી છે ને એક ગુણ બીજા અનંતા ગુણોને નિમિત્ત થાય છે–એમ અનંતાને નિમિત્ત થવાની શક્તિ દરેક ગુણમાં રહેલી છે. આમ દરેક ગુણની અનંતી પર્યાય છે. આવી પ્રતીતિ કરો.
વસ્તુમાં અનંતા ગુણો છે, એક ગુણમાં અનંતી શક્તિ છે ને એક ગુણની અનંતી પર્યાય છે. જેટલા સમય તેટલા પર્યાય છે. કેવળજ્ઞાનના એક પર્યાયમાં લોકાલોક આખો જણાઈ જાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com