________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨]
[ શ્રી અનુભવ પ્રકાશ અહીં કહે છે કે તારું પરમેશ્વરપદ તારામાં છે-એમ દષ્ટિ કર, આવી શ્રદ્ધા કરવાથી પરમેશ્વરધર્મ પ્રગટે છે. આ સાધકની વાત છે, પૂર્ણ દશાની વાત નથી.
(૧૦) સર્વોપરિ ધર્મ- આત્માના અવલંબને જે દશા પ્રગટી તે સર્વોપરિ ધર્મ છે. આ મોક્ષમાર્ગની પર્યાયનાં નામો છે.
(૧૧) અનંતગુણધર્મ- સર્વગુણાંશ તે સમ્યગ્દર્શન. આત્માની યથાર્થ પ્રતીતિ થતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિભુત્વ, કર્તા, કરણ, સંપ્રદાન વગેરે ગુણોની અંશે શુદ્ધતા થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટતાં અનંતા ગુણોની અંશે શુદ્ધતા આવી જાય છે, માટે તેને અનંતગુણધર્મ કહે છે. આત્માની પ્રતીતિ થતાં કર્તાગુણનો અંશ નિર્મળ થાય છે. સ્વચ્છત્વ, પ્રભુત્વ વગેરેના અંશો નિર્મળ થાય છે. કર્તા, કરણ, સંપ્રદાન, આનંદ, જ્ઞાન, વગેરે ગુણો ત્રિકાળ છે; તેવા અનંતા ગુણોને પર્યાયમાં ધાર્યા ને અવસ્થા પ્રગટ થઈ માટે તેને અનંતગુણધર્મ કહે છે. સત્તા વગેરે ગુણો અશુદ્ધ થતા નથી પણ આત્માનું ભાન થયું એટલે બધા ગુણો શુદ્ધ થયા એમ કહ્યું ને જેને આત્માનું ભાન નથી તેને બધા ગુણો અશુદ્ધ છે એમ કહેવાય. આમ અનંતગુણધર્મ તે નિજધર્મ છે.
(૧૨) શુદ્ધસ્વરૂપપરિણતિ ધર્મ- જેવો આત્મા દ્રવ્ય શુદ્ધ છે તેવો પર્યાયમાં પણ શુદ્ધ-નિર્મળ પરિણમ્યા કરે તે ધર્મને શુદ્ધસ્વરૂપપરિણતિ ધર્મ કહે છે. અહીં મુખ્યપણે મુનિની વાત છે. દેહની ક્રિયા કે ૨૮ મૂળગુણનું પાલન તે મુનિપણું નથી, પણ નિર્વિકારી દશા મુનિપણું છે. શક્તિરૂપ સ્વભાવનું પરિણમન થતાં પર્યાયમાં શુદ્ધતા રહ્યા કરે છે, તે શુદ્ધ દશાને શુદ્ધ સ્વરૂપપરિણતિધર્મ કહે છે. શરારાદિ જડ છે, પર્યાયમાં વિકાર થાય છે તે મૂળસ્વરૂપ નથી. તે પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી દ્રવ્યસ્વભાવમાં શ્રદ્ધા-લીનતા કરે તે શુદ્ધ સ્વરૂપપરિણતિ ધર્મ છે.
ભરત અને બાહુબલિએ લડાઈ કરી તે વખતે પણ તેમને શુદ્ધ સ્વરૂપપરિણતિ ધર્મ છે. જે દ્વેષનો અંશ થયો છે તે આત્માનું સ્વરૂપ નથી એમ તેઓ જાણે છે. શુદ્ધ આત્માનું ભાન વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com