________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-પ૩]
[૩૩૧ (૮) ચેતનાપ્રાણ ધર્મ- આત્મા જ્ઞાન-દર્શનનો પિંડ છે. રાગદ્વેષ તૂટીને ચેતના પર્યાયમાં આવે તે ચેતનાપ્રાણધર્મ છે, તે નિજધર્મ છે. આત્મા વસ્તુ ચેતન ત્રિકાળી છે. રાગદ્વેષરહિત થઈને ચેતે ને ચેતનાગુણમાં એકાગ્ર થઈ ચેતનાપ્રાણને ધારી રાખે ને રાગદ્વેષને તોડી નાખે તે ચેતનાપ્રાણ ધર્મ છે.
(૯) પરમેશ્વર ધર્મ- આત્મા અનંત શક્તિનો ધરનાર છે. અંતરમાંથી સ્વભાવ પ્રગટયો તે પરમેશ્વર ધર્મ છે. પરમેશ્વરની ભક્તિ તે પરમેશ્વરધર્મ નથી. પોતે ઈશ્વર છે, –એવી અંતરની શક્તિ પ્રગટે તે પરમેશ્વર ધર્મ છે.
જૈનશાસન ક્યાં રહેતું હશે? એમ પ્રશ્ન કરે છે. શ્રી સમયસાર ગાથા ૧૫ માં કહ્યું છે કે “જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે
આત્મા કર્મથી બંધાયેલો નથી, કર્મને સ્પર્શતો નથી, એકરૂપ છે, નિયત છે, અવિશેષ છે ને અસંયુક્ત છે-એમ પાંચ પ્રકારે છે, તેમાં એકાગ્ર થાય તેને પરમેશ્વર ધર્મ કહે છે. ચિદાનંદ આત્મા કર્મથી જાદો છે ને રાગ પણ આત્માનું સ્વરૂપ નથી. અનંતા ગુણોનો પિંડ આત્મા છે. એવાં શ્રદ્ધા-જ્ઞાન કરવાથી જે વીતરાગતા પ્રગટી તે પરમેશ્વર ધર્મ છે. જૈનધર્મ તે કલ્પના નથી, વાડો નથી. આત્મા અનંત શક્તિનો પિંડ છે, તેની પ્રતીતિ, રમણતા કરવી તે જૈન પરમેશ્વરનો ધર્મ છે. આત્મા જ્ઞાનદર્શનરૂપ સામાન્ય ધ્રુવ ચિદાનંદ છે, આત્મા પ્રભુ છે. સ્વભાવમાં પ્રભુ છે ને વિભાવમાં પણ પ્રભુ છે. બીજો કોઈ પ્રભુ નથી. પર્યાયમાં વિકાર થાય છે, તેનું લક્ષ છોડી આત્મા તરફ લક્ષ કર. ત્રિકાળ ધ્રુવ સ્વભાવમાં પરમેશ્વરપદ ન હોય તો પર્યાયમાં સિદ્ધપદ ન આવે. પ્રાસની પ્રાપ્તિ હોય છે, અપ્રામની પ્રાપ્તિ ન હોય. સ્વભાવમાં પરમેશ્વરશક્તિ છે, તે કારણપરમાત્મા છે. તેનાં શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતાથી પર્યાયમાં સિદ્ધદશા પ્રગટે, તે કાર્યપરમાત્મા છે. તેને પરમેશ્વરપદ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com