________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨]
[ શ્રી અનુભવ પ્રકાશ નિજ શેયને જાણવું, સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયને જાણી પરની ઉપેક્ષા કરી
સ્વની અપેક્ષા કરી સ્વનો અનુભવ કરવો એ ફળ છે. બીજા જીવો, પુદગલ, ધર્મ વગેરે પદાર્થોને જેમ છે તેમ જ્ઞાન જાણે સ્વને જાણીને સ્વનો અનુભવ કરે. પરનું જ્ઞાન હોય છે પણ પરનો અનુભવ હોતો નથી, સ્વનો જ્ઞાન સહિત અનુભવ હોય છે. લોકાલોકનું જ્ઞાન પોતામાં થાય છે પણ લોકાલોક પોતામાં પેસી જતા નથી. હવે નિજધર્માધિકાર કહીએ છીએ.
નિજધર્માધિકાર નિજધર્મ-વસ્તુસ્વભાવ. આત્મા પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છે, ને નિર્વિકારપણું તેનો ધર્મ છે. અહીં વિકારની વાત લેવી નથી. આત્માનાં શ્રદ્ધા જ્ઞાન કરતાં સમ્યફદશા પ્રગટ થાય છે. પરનું રાગનું ને સ્વનું યથાર્થ જ્ઞાન થતાં સ્વમાં વીતરાગદશા પ્રગટે છે. યથાર્થ જ્ઞાન થતાં નિજધર્મ પ્રગટે છે. સાચું જ્ઞાન રમણતાનો અંશ લેતું આવે છે. સાચી પ્રતીતિ ને સાચું જ્ઞાન થતાં અંશે વીતરાગતા જરૂર પ્રગટે છે. યથાર્થ જ્ઞાન થતાં પર્યાય દ્રવ્યમાં એકત્ર થાય છે. તે ધર્મ છે.
આત્મામાં અનંતા ગુણો છે. તેને પર્યાયમાં ધારે ત્યારે નિજધર્મ પ્રગટ થાય છે. મારામાં અનંતા ગુણો છે, એમ નક્કી કરતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટે છે. નિમિત્ત તે હું, રાગ તે હું, એમ જે પર્યાય ધારે તેણે જીવના અનંતા ધર્મોને ધાર્યા નથી. અહીં ધર્મ શબ્દ વાપરેલ છે. જૈન ધર્મો ધાર્નિવોર્વિના' પોતાનો પર્યાય પોતાને ઉદ્ધારે, નિમિત્ત ને રાગથી બચાવે ને સ્વભાવમાં એકાગ્ર થાય તે ધર્મ છે.
ભગવાન આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાયધર્મોને ધારી રાખે છે. હું શુદ્ધ જીવ છું ને વિકાર આદિ આસ્રવ છે તે મારું સ્વરૂપ નથી. એમ ભેદજ્ઞાન ધારણ કરી રાખે તે ધર્મ છે. હું પર જીવને બચાવી શકું છું, પરની દયા પાળી શકું છું, બીજાનું કાર્ય કરી શકું છું એમ માનનારને ધર્મ થતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com