________________
[૨૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪] વિશ્વાસ કરતા નથી. દરેક આત્મામાં ત્રિકાળ આવી શક્તિઓ ભરેલી છે. પ્રતીતિ, જ્ઞાન ને ચારિત્ર દ્વારા તે પ્રગટ થાય છે.
૧૮. ચારિત્રગુણ :- સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર. આત્મામાં અકષાયરસ ત્રિકાળ છે; તે ચારિત્રગુણ ન હોય તો દર્શન-જ્ઞાન સ્થિર રહી શકત નહિ. દર્શન તથા જ્ઞાનની અવસ્થા સ્થિર રહેલ છે, માટે ચારિત્રગુણ છે. રાગથી ચારિત્ર આવતું નથી, આત્માના અવલંબને ચારિત્રદશા પ્રગટે છે. પ્રત્યેક ગુણને પોતાનું ચારિત્ર હોય છે.
૧૯. પરિણામીપણું - આત્મામાં બદલવાનો ગુણ છે. જો આત્મામાં તે ગુણ ન હોય તો ચૈતન્યનો આનંદ આવે નહિ, એકલા ધ્રુવમાં આનંદનો અનુભવ હોય નહિ. ભગવાન આત્માનો ચેતના સ્વભાવ પલટે તો જ્ઞાનનો વિલાસ કરે. લોટ પલટતો ન હોય તો રોટલી વગેરે ન થાય, જડમાં પરિણમન ન હોય તો સ્વાદનો પલટો ન થાત, તેમ આત્મામાં પરિણમન ન હોય તો જ્ઞાનનો આનંદ ન આવત, માટે આત્મામાં પરિણામીપણું છે.
૨૦. અકારણકાર્યત્વ :- જીવ પરનું કારણ નથી, તેમ જ પરનું કાર્ય નથી. જો આત્મામાં પરને કરવારૂપ શક્તિ હોત અથવા પરથી પોતાનામાં કાર્ય થાત તો નિજકાર્યનો અભાવ થાત. સ્વતંત્ર આત્મા પરના કારણ વિનાનો છે, પરના કાર્ય વિનાનો છે. લક્ષ્મીની અવસ્થાનું કારણ આત્મા નથી, કર્મનું કારણ આત્મા નથી, તેમ જ કર્મના કારણે આત્મામાં કાર્ય થતું નથી. પરનું કાર્ય કરવા જાય તો પોતાનું કાર્ય ન થાય. પરનું હું કારણ નથી તેમ જ પર મારામાં કોઈ કાર્ય કરતાં નથી, એવો અનાદિથી આત્માનો સ્વભાવ છે. પરનું કાર્ય કરે એવું કારણ આત્મામાં નથી ને પર આત્મામાં કાર્ય કરે એવો આત્માનો સ્વભાવ નથી. શરીરને ચલાવવાના કારણરૂપ આત્મા હોય તો પોતાનું કાર્ય થાય નહિ. માટે આત્મામાં અકારણ કાર્યત્વશક્તિ છે. પરમાં આત્માનો અધિકાર નથી. જડનું કાર્ય તેનાથી બને છે તેમાં આત્મા કારણ નથી. પર વસ્તુ આત્માનું કામ કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com