________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
[ શ્રી અનુભવ પ્રકાશ
૧૩. ચેતનાગુણ :- ચેતના વિના જીવત્વ ક્યાં વર્તત ? જીવમાં ચેતનાગુણ છે તેને લીધે જીવત્વ વર્તી રહ્યું છે.
૧૪. શાનગુણ :- આત્મામાં જ્ઞાનગુણ ન હોત તો ચેતનના વિશેષ-ભેદોને જાણવાનું બનત નહિ, માટે આત્મામાં જ્ઞાનગુણ છે.
૧૫. દર્શનગુણ :- દર્શન સામાન્યને દેખે છે. ગુણ-પર્યાયનું સામાન્ય એકપણું ને ગુણ તથા પર્યાય-એવા વિશેષ અથવા ભેદ જ્ઞાન વિના ન હોત. અભેદથી દેખવું તે દર્શન છે, ભેદથી જાણવું તે જ્ઞાન છે. ગુણ અને પર્યાયના ભેદ પાડીને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે, અને અભેદ દેખવું તે દર્શનનું કાર્ય છે. આમ દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહે.
૧૬. સર્વશતા :- આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે ન હોત તો દર્શનને કોણ જાણત ? એટલે કે બધાને કોણ જાણત ? આત્મામાં સર્વજ્ઞતા નામનો ગુણ છે. તેની પ્રતીતિ કરીને લીનતા કરવાથી સર્વજ્ઞતા પ્રગટ થાય છે.
૧૭. સર્વદર્શિત્વ :- આત્મામાં સર્વદર્શિત્વશક્તિ છે, તેના વિના જ્ઞાનને કોણ દેખત ? અભેદપણે કોણ દેખત ? જાણવું-દેખવું પરને લીધે નથી પણ પોતાને લીધે છે. આત્મા વસ્તુ છે, તે જાણ્યા-દેખ્યા વિના રહે નહિ. અલ્પજ્ઞતા રહેલ છે તે પોતાના પ્રમાદથી છે પણ પોતામાં સર્વજ્ઞત્વ ને સર્વદર્શિત્વ શક્તિ ભરેલી છે. સહસ્ત્રપૂટી અબરખમાં તેવી તાકાત છે માટે તે પ્રગટ થાય છે. તે શક્તિ અનાદિથી છે, તે અગ્નિની આંચને ઝીલે તેવી છે; તેમ ભગવાન આત્માને એકાગ્રતાની અમુક કાળ આંચ આપે તો સર્વદર્શિત્વ ને સર્વજ્ઞત્વશક્તિ પ્રગટ થાય ને સંસારરૂપી ક્ષયનો નાશ થાય. રાગમાં એકાગ્રતાથી સંસાર છે ને ચિદ્રૂપરસ્વભાવમાં એકાગ્ર થાય તો આ શક્તિ પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મ ટળે તો સર્વજ્ઞપણું પ્રગટે ને દર્શનાવરણીય કર્મ ટળે તો સર્વદર્શીપણું પ્રગટે-એમ નથી. પોતાના નિત્ય પૂર્ણ સ્વભાવ તરફ જોવાનું છે. અજ્ઞાની જીવો લીંડીપીપરની શક્તિનો ને અબરખની શક્તિનો વિશ્વાસ કરે છે પણ પોતાના ધ્રુવસ્વભાવનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com