________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૯
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪]
આગળ વાત આવશે કે અજ્ઞાની શુભાશુભ વિકારાદિ મારા છે એવું ચિંતવન પોતાને ગળે વળગાડે છે, પરમાં મજા પડે છે એવી કલ્પના કરે છે, પણ ચૈતન્યની પ્રતીતિ કરતો નથી.
પૃ. ૩૭માં કહ્યું છે કે “અવિધા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય. તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી, તારી ચિંતવણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો. એ અવિધા તારી જ ફેલાયેલી છે; તું અવિધારૂપ કર્મમાં ન પડી સ્વને ન જડે તો જડનું તો કાંઈ જોર નથી, અપરંપાર શક્તિ તારી છે.” અજ્ઞાનીએ જડનો હાથ પકડ્યો છે, તે કલ્પનામાં દુઃખ છે. આ ચૈતન્યગોળો અનંતી શક્તિનો પૂંજ છે, તેની તેને ખબર નથી.
આત્મામાં દરેક ગુણની પ્રભુતા છે. તેને ચૂકી અપ્રભુતા કરે તો તે પોતાથી થાય છે, પરને લીધે નથી, પોતાની કલ્પનાથી સ્વઘર ચૂક્યો ને પરઘર માંડયું છે; અંતર્મુખ દષ્ટિ છોડી છે, તે પોતાની ભૂલ છે. વિભુત્વ ગુણ બધામાં વ્યાપક છે, વિભુત્વ વિના બધા ગુણો એકમેક કેમ રહે?
૧૨. જીવત્વગુણ :- ચૈતન્યપ્રાણને ટકાવી રાખનાર જીવત્વગુણ ના હોત તો વિભુત્વ અજીવ હોત એટલે કે આત્મા જડ થઈ જાત, જીવ ચૈતન્યપ્રાણથી જીવે છે, શરીર, મન, વાણી કે પુણ્ય-પાપથી જીવતો નથી. વિકરાદિ ભાવ જાદા જુદા થાય છે, શરીરાદિની અવસ્થા જુદી જુદી થાય છે, પણ ચૈતન્યપ્રાણ સદાય એકરૂપ છે. તેનાથી જીવ જીવે છે.
જડ પદાર્થોને સુખ-દુઃખ નથી. સુખ-દુઃખ ચૈતન્યમાં જણાય છે. જડમાં વિભાવસ્વભાવ છે એમ જીવ જાણે છે, બીજા જીવમાં સુખ-દુઃખ થાય છે એમ જીવ જાણે છે. એક પરમાણુ છૂટો દ્રવ્ય-ગુણ-પર્યાયે શુદ્ધ છે, તેની અર્થ પર્યાય ને વ્યંજનપર્યાય બન્ને શુદ્ધ છે, તેથી તેમાં સુખ છેએમ નથી, તેમ જ અચેત મહાત્કંધ છે માટે દુઃખી છે-એમ પણ નથી. તેમાં સુખ-દુઃખ નથી, જીવમાં સુખ-દુઃખ છે, જીવ પોતાના ચૈતન્યપ્રાણથી સદાય જીવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com