________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨]
[ શ્રી અનુભવ પ્રકાશ આપે તો જીવનમાળો ઠરે–ગુણ વિનાનો ઠરે, પણ આત્મા નિત્ય પોતાના કારણકાર્યથી પરિપૂર્ણ છે જ, આત્મામાં અકારણકાર્યત્વગુણ ન હોય તો પોતાની પર્યાયમાં કાર્ય વિનાનો થઈ જાય.
૨૧. અસંકુચિતવિકાસત્ત્વ ગુણ :- આ શક્તિ વિના ચેતનનો વિલાસ સંકોચમાં આવત. આત્મામાં કદી પણ સંકોચ થતો નથી. અનાદિકાળથી ઘણો વિકાર કર્યો છતાં શક્તિ તો એવી ને એવી પડી છે, તેની શ્રદ્ધા કરે તો વિકાસ પામે. ચિદાનંદ આત્મામાં અનંતા ગુણોનો સંકોચ નથી. ક્ષેત્રથી સંકોચ નથી. એક પ્રદેશ ઘટતો નથી, એક ગુણ ઘટતો નથી. નિગોદમાં હોય કે સિદ્ધમાં હોય, છતાં અસંકુચિત્વગુણને લીધે સ્વભાવ સંકોચ પામતો નથી.
૨૨. ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ :- આત્મામાં પરનો ત્યાગ સદાય છે. પરનું ગ્રહવું કે છોડવું આત્મામાં ત્રણ કાળમાં નથી. આત્મા કર્મને ગ્રહે કે છોડે એવો સ્વભાવ હોય તો કદી સંસાર તૂટે નહિ તથા ત્રિકાળી સ્વભાવ ખરેખર રાગ-દ્વેષને પણ ગ્રેહતો નથી તેમ જ છોડતો નથી. પર્યાયમાં વ્યવહારથી રાગ-દ્વેષના પ્રણત્યાગ છે, પણ ત્રિકાળી સ્વભાવમાં તે નથી. સ્વભાવમાં એકાગ્ર થતાં રાગનો ત્યાગ થયો એમ કહેવું તે ઉપચારમાત્ર છે. જે જેનું હોય તે છૂટે નહિ. જો રાગ ખરેખર જીવનો હોય તો રાગ કદી છૂટે નહિ. વર્તમાન એક સમયની અવસ્થામાં રાગ-દ્વેષ થાય છે ને છૂટે છે. રાગાદિને જીવના કહેવા તે કથન વ્યવહારથી છે. જ્યારે રાગ-દ્વેષનાં ગ્રહણ-ત્યાગ સ્વભાવમાં નથી તો પછી પર પદાર્થનાં ગ્રહણ-ત્યાગ કેમ હોય ? ન જ હોય. કેટલાક લોકો જૈનધર્મને ત્યાગપ્રધાન કહે છે, તે વાત સાચી નથી. મમત્વનો તથા રાગ-દ્વેષનો ત્યાગ પણ નામમાત્ર છે. આત્માના શુદ્ધસ્વભાવના આશ્રયે ધર્મ થાય છે. એ જૈનધર્મ છે, તેથી તે સ્વભાવપ્રધાન છે.
જે જીવ નિમિત્તમાં ને વિકારમાં સર્વસ્વ માને તેને સ્વભાવબુદ્ધિ કદી થાય નહિ. વળી પર પદાર્થને દૂર કરી શકું છું એમ માનવું તે ભૂલ છે. પર પદાર્થ તો તેના કારણે છૂટે છે પણ તે છૂટે માટે વીતરાગતા વધે એમ પણ નથી. પોતાના સ્વભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com