________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬]
[ શ્રી અનુભવ પ્રકાશ અકર્તવ્ય છે. આમ જ્ઞાન યોને જાણે છે. હું મારા પરિણામનો કર્તા, ને અનંત પરદ્રવ્યોના પરિણામનો અકર્તા છું. મારામાં પરનું અકર્તુત્વ છે, પરદ્રવ્ય મારા પરિણામને કરતું નથી ને હું પરદ્રવ્યના પરિણામને કરતો નથી. એમ એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં અકર્તુત્વ છે.
પુદ્ગલનો કર્તા જીવ નથી તેમ જ એક પુદ્ગલનો કર્તા બીજું પુદ્ગલ નથી, દરેક દ્રવ્યનું કર્તૃત્વ પોતપોતામાં છે, પરમાં તો અકર્તુત્વ
છે.
વળી ભોફ્તત્વ એટલે દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામનું ભોક્તા છે. રાગાદિ પરિણામ કરે તેને આત્મા પોતે ભોગવે છે, પણ જડકર્મને આત્મા ભોગવતો નથી. વ્યવહારથી આત્મા આહારને ખાઈ શકે છે–તેમ પણ નથી. કોઈ કહે કે “જો આત્મા ન ખાતો હોય તો શું મડદું ખાય છે? અરે ભાઈ ! ખાવું એનો અર્થ શો? તે પુદ્ગલની ક્રિયા છે. જડ પદાર્થોને આત્મા ખાતો નથી. આત્માએ ખાધું-એમ વ્યવહારે કથન કરવામાં આવે છે પણ કાંઈ આત્મા વ્યવહારથી તે જડને ખાય છે એમ
નથી.
હજી તો આહારને આત્મા ખાય ને જડને આત્મા ભોગવે એમ જે માને છે તેને સમ્યગ્દર્શન પણ નથી, તો તેને તાદિ શેનાં હોય ? ન જ હોય. જડનો ભોક્તા જડ છે, એટલે કે તેની એક પર્યાયનો વ્યય થઈને નવી પર્યાય થાય છે. આત્મા પોતાના રાગાદિ પરિણામને ભોગવે છે, પણ જડનો ભોક્તા આત્મા નથી. જડ કર્મનો ભોક્તા પણ આત્મા નથી. કર્મનો વિપાક કર્મમાં છે, આત્મામાં કર્મનો વિપાક નથી. “વિપાક્કો અનુભવ:” એમ કહ્યું છે ત્યાં આત્મા કર્મના વિપાકનો અનુભવ કરે છે એમ નિમિત્તથી કહ્યું છે, પણ ત્યાં ખરેખર આત્મા તે નિમિત્ત તરફ વલણવાળા પોતાના ભાવકર્મનો અનુભવ કરે છે. જડકર્મનો વિપાક તો નિમિત્ત છે. તેથી નિમિત્ત તરીકે કર્મના વિપાકનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com