________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨]
[ શ્રી અનુભવ પ્રકાશ દરેક દ્રવ્યમાં અનંતગુણ છે, ને તે પોતાના જેટલા પ્રદેશ છે તેને ધારે છે. દરેક દ્રવ્યને આકાર છે, પરને લઈ ને જીવનો સંકોચ-વિસ્તાર નથી પણ પોતાના પ્રદેશત્વગુણની યોગ્યતાથી તે છે.
અન્યત્વગુણનું લક્ષણ અનંતા ગુણથી અન્યત્વ છે પણ પ્રદેશભેદ નથી. એક પરમાણુમાં અનંત ગુણ છે. જેમાં જેટલા ગુણો છે તે ત્રિકાળ સ્વતંત્ર છે, કદી એક પણ ગુણ ઓછો થતો નથી. આત્મામાં અનંત ગુણો છે, તેમાં જ્ઞાન તે દર્શન નથી, ચારિત્ર તે વીર્ય નથી. એમ ગુણોમાં જો અનેરાપણું ન હોય તો અનંતગુણ સિદ્ધ ન થાય.
વળી સ્વદ્રવ્ય પરદ્રવ્યથી અન્ય છે; પહેલાં ગુણોમાં અન્યપણું કહ્યું ને પછી દ્રવ્યમાં અન્યત્વની વાત કરી. આવું અન્યપણું છે તે જ્ઞય છે ને જ્ઞાનનો તેને જાણવાનો સ્વભાવ છે. વસ્તુએ વસ્તુ જુદી છે- એવું અન્યત્વ છે. કોઈને લઈને બીજું નથી. જુદા પદાર્થોને પરસ્પર અનેરાપણું છે, બધા પદાર્થો ભેગા થઈને એકમેક ત્રણકાળમાં થતા નથી. સિદ્ધમાં અનંતા જીવોને અનેરાપણું છે. સિદ્ધમાં બધા જીવો એકમેક થઈ જતા નથી.
વળી વસ્તુમાં દ્રવ્યત્વ ને પર્યાયત્વ છે. દ્રવ્યત્વ તે શેય છે, ને પર્યાયપણું તે પણ જ્ઞય છે. વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે, દ્રવ્ય પણ સત્ છે ને પર્યાયપણે પર્યાય પણ સત્ છે. પર્યાય ત્રિકાળી નથી પરંતુ એક સમયપૂરતી તે સત્ છે. જો તેને સત્ ન માને તો તેણે દ્રવ્યને ઓળખ્યું નથી – અને પર્યાયને સત્ માને- તો પરને લીધે પર્યાય થાય તે વાત રહેતી નથી. નિમિત્તને લીધે પર્યાય થાય એમ માને તો તેણે પર્યાયને સત્ જાણી નથી એટલે વસ્તુના પર્યાયધર્મને જાણ્યો નથી. પ્રવચનસાર ગાથા ૧૦૭માં કહ્યું છે કે દ્રવ્ય સત, ગુણ સત્ ને પર્યાય સત્ છે. આવું સત્ તે જ્ઞાનનું જ્ઞય છે.
વસ્તુઓમાં આકાશ વગેરે પદાર્થો સર્વગત છે ને કાળાણું વગેરે એકપ્રદેશી છે, તે અસર્વગત છે. ધર્માસ્તિ-અધર્માસિ પણ લોકની અપેક્ષાએ સર્વગત છે. આવું પણ શેય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com