________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૮]
[૩૦૩ વળી પદાર્થોમાં કોઈ મૂર્ત છે ને કોઈ અમૂર્ત છે. તે તેના સ્વભાવથી જ છે ને તે જ્ઞાનનું શય છે. આત્મા અમૂર્તપણે શેય છે ને પુદ્ગલદ્રવ્ય મૂર્તિપણે ય છે. આત્માને કર્મના નિમિત્તે મૂર્ત કહેવો તે ઉપચાર છે. આત્મા ત્રિકાળ અમૂર્ત છે- તે કદી મૂર્ણ થઈ જતો નથી. પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેને કોઈ વાર અમૂર્ત કહી દે, પણ વાસ્તવિકપણે તો તે મૂર્ત જ છે અને આત્મા અમૂર્ત જ છે.
વળી કોઈ શેયપદાર્થ અક્રિય છે ને કોઈ સક્રિય છે. જીવપુદગલમાં ગમન વગેરે સક્રિયતા છે, તે તેના પોતાના કારણે છે. ધ્વજા પવનથી નથી ચાલતી પણ તેનામાં તેવો સક્રિય ધર્મ છે. ઘોડા ઉપર બેઠેલા માણસની ગતિ થાય છે તે ઘોડાને કારણે થતી નથી પણ તેવા ગતિધર્મ તે માણસનો પોતાનો છે. ધર્માતિ વગેરે દ્રવ્યો અક્રિય સ્વભાવવાળાં છે. સક્રિયપણે કોઈ પરને લીધે નથી. શરીરની સક્રિયતા આત્માને લીધે નથી, તે સક્રિયતા પરને લીધે માને તો તેણે પદાર્થના સક્રિયધર્મને જાણ્યો નથી, એટલે કે તેવા શેયને જાણ્યું નથી.
તડકામાં માણસ ચાલે ત્યાં તેનો પડછાયો પાછળ પાછળ ચાલતો દેખાય છે, પણ ખરી રીતે પડછાયો ચાલતો નથી, પરંતુ તે તે જગ્યા પરમાણુઓ ધોળાઓમાંથી કાળીઅવસ્થારૂપ (છાયારૂપ) પરિણમે છે. એક જગ્યાની છાયાના પરમાણુઓ બીજી જગ્યાએ જતા નથી, પણ બીજી જગ્યાએ રહેલા પરમાણુઓ છાયાપણે પરિણમે છે. તે પરિણમન માણસના શરીરના કારણે થતું નથી પણ તેની પોતાની અર્થપર્યાયનો તેવો ધર્મ છે.
જગતમાં કોઈ શેયો સચેતન છે ને કોઈ શેયો અચેતન છે. જગતમાં જીવ જ છે ને અજીવ છે જ નહિ- એમ માને તો તેનું જ્ઞાન ખોટું છે. અનંતા અચેતન પદાર્થો પણ જગતમાં છે ને અનંતા ચેતન દ્રવ્યો પણ છે. એ બન્ને પ્રકારના પદાર્થો તે જ્ઞાનનાં જ્ઞયો છે. વળી જીવ અને અજીવમાં કર્તુત્વ છે. તે તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com