________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૮]
[૩૦૧ રાગ, નિમિત્ત એ બધી ચીજો પ્રમેયપણું ધારે છે પણ નિશ્ચયને ધારે એવો વ્યવહારનો સ્વભાવ નથી. જે કંઈ ક્રિયાપર્યાય છે તેના દ્રવ્યગુણ-પર્યાયરૂપ પ્રમેયપણાને ધારે છે ને જ્ઞાન તેને તે રીતે જાણે જ છે. એનું નામ ધર્મ છે. પ્રમેયત્વ દરેક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. ઇચ્છા તે જ્ઞાનમાં પ્રમેય થવાના ભાવને ધારે છે, પણ તેનાથી જ્ઞાન થયું કે પરમાં ક્રિયા થઈ એમ તે બતાવનાર નથી.
અગુસ્લઘુના ભાવને ધરે તે અગુરુલઘુ અવસ્થા છે. અગુસ્લઘુ નામનો ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપેલ છે. કેવળજ્ઞાનની અપેક્ષાએ મતિજ્ઞાનપર્યાયને ઓછી કહેવાય, પણ તે પર્યાય પોતે પોતાથી અગુરુલઘુરૂપ છે. બીજી પર્યાયની અપેક્ષા ન લ્યો તો એકેક સમયની પર્યાય અગુરુલઘુસ્વભાવે છે. વિકારી- અવિકારી પર્યાય પણ તે અવસ્થારૂપે બરાબર કામ કરે એવી અગુસ્લઘુ છે, પરથી તેનું કાર્ય નથી. જ્યાં જ્યાં જે પદાર્થ છે ત્યાં તેના દ્રવ્ય-ગુણ-પર્યાય અગુસ્લઘુના ભાવને વ્યવસ્થિતપણે ધારી રાખે છે અને એ પ્રમાણે જેમ છે તેમ જ્ઞાન તે બધાને જાણે પણ તેમાં કાંઈ આઘુંપાછું કરી ધે એવું જ્ઞાનમાં નથી. બહારની ક્રિયા તો આત્મા કરી શકતો નથી પણ પોતાની પર્યાયનો ફેરફાર પણ તે કરી શકતો નથી.
નિગોદ અવસ્થા હો કે કેવળજ્ઞાનરૂપ અવસ્થા હો, પણ અંદર અનંત ગુણ છે તેમાં કમી અથવા પુષ્ટિ થઈ જતી નથી. જઘન્ય મતિશ્રુતજ્ઞાન હો કે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન પર્યાય હો, પણ અંદર જ્ઞાનગુણમાં કાંઈ ઓછું-વધતું થઈ જતું નથી. પરમાણુમાં વર્ણગુણ ત્રિકાળ છે, તેની અવસ્થામાં વધઘટ દેખાય છતાં વર્ણગુણમાં કોઈ કાળે ફેરફાર પડતો નથી, કારણ કે દ્રવ્ય-ગુણનો સ્વભાવ ત્રિકાળ અગુરુલઘુભાવને ધારે છે તથા પર્યાય પણ તે કાળે સત્ છે. જે સમયે જે પર્યાય વર્તે તે અગુસ્લઘુપણે વર્તે છે, તેમાં ફેર ન પડે એવું પર્યાયસનો અગુસ્લઘુપણું ધારણ કરવાનો ધર્મ છે, તેમાં કોઈ ફેરફાર કરે એવું તેનું સ્વરૂપ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com