________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬]
[ શ્રી અનુભવ પ્રકાશ છે. પરને મારે કે જીવાડે, આહાર-પાણી લ્ય કે દે, એ વ્યવહાર જ્ઞાનમાં નથી. કેમકે પરની પર્યાયનો સ્વમાં અત્યંત અભાવ છે. માટે કોઈના કારણે કોઈનું સત્ છે એમ નથી. જે સમયે જેમ બને છે તેમ જ્ઞાન તો પોતાની પર્યાયના કારણે તેને જાણે છે, પરના કારણે જ્ઞાનનું અસ્તિત્વ નથી, અને જ્ઞય પલટતાં જ્ઞાનનો વિનાશ થઈ જાય-એમ નથી. પરજીવ મર્યો તેને કારણે જ્ઞાનમાં કાંઈ નુકસાન થયું-એમ નથી. જ્ઞાન તો તેને જાણનાર છે જ્ઞાન ત્રિકાળ છે, તે સત્ છે, ને જ્ઞાનની પર્યાય પણ પોતાથી જ સત્ છે, આહાર-પાણી આવે કે જાય-તેના કારણે જ્ઞાનમાં કાંઈ લાભ-નુકસાન નથી, પર શેયો જ્ઞાનમાં જણાય છે એ પણ ઉપચારથી છે, ખરેખર જ્ઞાનમાં પરદ્રવ્યો આવી જતાં નથી, રાગ અને નિમિત્તના અવલંબન વગર પોતાથી જ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
લોકાલોક આત્મામાં નથી માટે લોકાલોકનું જ્ઞાન ઉપચારથી કહ્યું, પણ તેનો અર્થ એમ નથી કે કેવળી ભગવાનને લોકાલોકનું જ્ઞાન જ નથી.
કોઈ એમ પ્રશ્ન કરે કે લોકાલોકનું જ્ઞાન ઉપચારથી કહ્યું, તો સર્વજ્ઞપદ પદ ઉપચારથી થયું. તો શું સર્વજ્ઞપદ જૂઠ છે? ઉપચાર તો જૂઠ છે અને તમે કહો છો કે લોકાલોકનું જ્ઞાન તો ઉપચારથી છે, તો શું સર્વજ્ઞપદ પણ ઉપચારથી છે?
તેનું સમાધાન - અરે ભાઈ! જેના જ્ઞાન સામર્થ્યમાં ઉપચારમાત્રથી પણ લોકાલોક ભાસ્યો, તે જ્ઞાનનું સામર્થ્ય કેટલું !! જેનું વ્યવહારસામર્થ્ય પણ આટલું, તેના નિશ્ચયસામર્થ્યનું શું કહેવું? પરયો આત્મામાં નથી માટે તેનું જ્ઞાન ઉપચારથી કહ્યું છે. પણ જ્ઞાનનું સામર્થ્ય છે. તે કાંઈ ઉપચારથી નથી. લોકાલોક કરતાં પણ અનંતે જાણવાની જ્ઞાનની બેહદ શક્તિ છે, પરમાત્મ-પ્રકાશમાં કહ્યું છે કે જેમ મંડપ સુધી વેલો પથરાય છે, પણ તેનામાં તો હુજી વિશેષ પણ પથરાવાની તાકાત છે, તેમ આ જ્ઞાન લોકાલોકના મંડપને પહોંચી વળ્યું છે, પણ એટલું જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com