________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૫]
[૨૮૭ જાણવાની જ્ઞાનની શક્તિ છે-એમ નથી. અનંત લોકાલોક હોત તો તેને પણ જાણી લેવાની જ્ઞાનની શક્તિ છે, તે તો જ્ઞાનનો સ્વતઃ સ્વભાવ છે. જાઓ, આ જ્ઞાનનું સામર્થ્ય?
આત્મા લોકાલોકને જાણે છે અને પોતાને નથી જાણતો-એમ વ્યવહારનયથી કોઈ કહે તો તેમાં શું દોષ છે? અર્થાત્ કાંઈ દોષ નથી, પણ ત્યાં એનો એવો અર્થ નથી કે-લોકાલોકને જાણવાનું સામર્થ્ય જ્ઞાનમાં નથી. લોકાલોકને વ્યવહારથી જાણે છે ને પોતાને તો નિશ્ચયથી જાણે છે. જો નિશ્ચયથી લોકાલોકને જાણે તો તે પર સાથે એકમેક થઈ જાય! ને જો વ્યવહારથી પોતાને જાણે તો તે પોતાથી જુદો ઠરે. માટે કહ્યું કે નિશ્ચયથી આત્મા પોતાને જ તન્મયપણે જાણે છે, લોકાલોકને નહિ. પણ આત્મામાં સર્વશક્તિ છે તે કાંઈ ઉપચારથી નથી, તે તો વાસ્તવિક સ્વરૂપ છે.
જેને તન્મય થયા વિના લોકાલોક ઉપચારથી ભાસ્યો તેના નિશ્ચયજ્ઞાનનો શો મહિમા કહેવો ? સર્વજ્ઞપણું નહિ માનનાર એક પંડિત તત્ત્વાર્થવૃત્તિની પ્રસ્તાવનામાં લખે છે કે “ભગવાન મહાવીર તો વિશિષ્ટ તત્ત્વવિચારક હતા,” તો તેને વસ્તુસ્વભાવની શ્રદ્ધા નથી.
જ્ઞાનની તાકાત લોકાલોકને ઉપચારથી જાણવાની છે, પણ અનંતા લોકાલોક હોય તો તેને પણ જ્ઞાન જાણે એવું તેનું સામર્થ્ય છે. આ જ્ઞાન સ્વસવેદનરૂપ થયું થર્ક સર્વને જાણે એવા સહજ સ્વભાવવાળું છે. કોઈ નિમિત્તનું વેદન અથવા પુણ્ય-પાપના વિકલ્પનું વેદન કરે ને બધાને જાણે એવું નથી.
જુઓ, ધર્મ ચીજ અંતરની છે. વસ્તુનો સ્વભાવ જ્ઞાયક છે. પરમાં ભળ્યા વિના સ્વભાવ સ્વસંવેદનથી સર્વને જાણે છે. નિશ્ચય શું? એમ ન જાણે તેનું પરનું જાણવું પણ સાચું નથી. સાચા દેવ-ગુરુશાસ્ત્રની વ્યવહારશ્રદ્ધાનું જાણવું વ્યવહારે સાચું ક્યારે થાય? કે નિશ્ચયથી સ્વસંવેદનરૂપ સ્વને જાણે ત્યારે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com