________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૫]
[ ૨૮૫ અનેક જ્ઞયો છે માટે જ્ઞાન અનેક ભેદરૂપ થયું નથી. સ્વ-પરપ્રકાશક સ્વભાવના અસ્તિત્વથી જ જ્ઞાન અનેક પ્રકારને જાણે છે. દયા, દાન, ભક્તિ, વ્યવહારરત્નત્રયના વિકલ્પ આદિ અનેક પ્રકારને જાણવારૂપ જ્ઞાનની અવસ્થા થાય છે, તે જ્ઞાનના કારણે છે. રાગના કારણે અનેક પ્રકાર નથી. કર્મના ઉદયના કારણે અનેક પ્રકાર નથી.
જડ કર્મ પરિભ્રમણનું કારણ નથી, રાગ પણ ભવભ્રમણનું મૂળ કારણ નથી, પણ રાગ અને જ્ઞાન, જ્ઞય અને જ્ઞાનની એકત્વબુદ્ધિ તે જ સંસાર અને સંસારનું કારણ છે. ભાવકર્મ-રાગદ્વેષ થાય છે તે એક સયમની અશુદ્ધ પર્યાય છે. એટલો જ હું છું, એના આધારે લાભ થાય, શુભરાગના આધારે જ્ઞાન ખીલે, એવી પર્યાયબુદ્ધિ જ સંસાર છે. રાગથી-શેયથી જ્ઞાન નથી. ત્રિકાળ જ્ઞાનસ્વભાવથી જ મારું સર્વસ્વ છે, સ્વાશ્રય જ્ઞાતાપણું એ જ ધર્મ છે. મારો સ્વભાવ જ જાણવાનો છે. પરની હિંસા કે દયા, શરીરની ક્રિયા, ભાષા વગેરે મારે આધીન નથી. જ્ઞાયકમાત્રપણામાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા-તે ધર્મ છે. શુભાશુભરાગનો હું જાણનાર છું, જ્ઞાનસ્વભાવમાં ભવ અને ભવભ્રમણની તાકાત નથી, હું તો નિત્ય જાણનાર સ્વભાવી જ છું, એવો દઢ નિશ્ચય તે ભવરહિતની શ્રદ્ધા છે અને ભવ-વિકાર રહિતનું જ્ઞાન તે જ સમ્યક મતિ-શ્રુતજ્ઞાન છે.
મારા જ્ઞાનનો પર્યાય મેચક-અનેક પ્રકારને જાણે, તે મારું નિશ્ચય સ્વસામર્થ્ય છે. જ્ઞાન પરને જાણે તેમ કહેવું તે ઉપચાર છે. મારા મતિશ્રુતજ્ઞાનમાં રહીને જાણું છું, તે નિશ્ચય છે. લોકાલોકને જાણે છે તે ઉપચાર છે. કેવળીને પણ એ રીતે નિશ્ચય-વ્યવહાર જાણવો.
શેય પલટે, શરીરનો ઘાત થાય-વિયોગ થાય તેથી મારી જ્ઞાનવસ્તુનો કાંઈ નાશ થતો નથી. જ્ઞાન કોને મારે કે કોને જીવાડે ? જ્ઞાન તો માત્ર જાણે. નિશ્ચયથી જ્ઞાન પોતાની જ્ઞાનપર્યાયને જાણે છે. પરને જાણવાવાળો છું એમ કહેવું તે ઉપચાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com