________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦]
[ શ્રી અનુભવ પ્રકાશ જુઓ, આ પ્રમાણે સર્વજ્ઞની ઓળખાણ કરાવી. રાગથી કે પરના અવલંબનથી જે ધર્મ મનાવે તે ભગવાનનો ઉપદેશ નથી.
હવે સિદ્ધદેવનું વર્ણન કરે છે.
સિદ્ધ નિરાકાર પરમાત્મા છે. તેમને શરીરનો આકાર નથી, પણ અસંખ્યપ્રદેશી આકાર છે. અરિહંતદેવને ચાર પ્રતિજીવી ગુણ વ્યક્ત નથી પણ જ્ઞાનમાં વ્યક્ત છે-એમ કહ્યું હતું. અહીં કહે છે કે સિદ્ધને અનંતગુણ વ્યક્ત થયા, પોતાના અનંતસુખને પર્યાય વડે વેદે છે, અનંતગુણનો પૂર્ણ વિકાસ થયો તે સહિત પોતાના દ્રવ્ય-ગુણને ભોગવે છે. ભોગવે છે તો પર્યાયને, કેમકે દ્રવ્ય-ગુણ તો ધ્રુવ-ત્રિકાળ છે, તે ભોગવાય નહિ, પણ જ્ઞાનના એક પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ જણાઈ ગયેલ છે. વળી તેઓ લોકશિખર ઉપર બિરાજે છે. હળવી ચીજ ઉપર રહે, તેમ આત્માની પૂર્ણાનંદ દશા વ્યક્ત થઈ સર્વશ્રેષ્ઠ થયા તે લોકગ્રે રહે છે.
પદ્ગણી હાનિ વૃદ્ધિરૂપ શુદ્ધ અર્થપર્યાય છે અને છેલ્લા શરીરથી કિંચિત્ જૂન પુરુષાકારે આત્મપ્રદેશોનો આકાર તે-રૂપ વ્યંજનપર્યાય સહિત સિદ્ધ ભગવાન બિરાજે છે. જેમ ચોકઠામાં મીણ ભર્યું હોય, પછી ચોકઠું નીકળી ગયે મીણ પુરુષાકાર રહી જાય તેમ શરીરરહિત અતીન્દ્રિય જ્ઞાનમય પુરુષાકારે સિદ્ધ ભગવાન રહે છે.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કેજે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
જે આત્મા સ્વસમ્મુખ થઈ શ્રી અર્હતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે ને તેને દર્શનમોહનો ક્ષય થાય છે.
શ્રી અહંત-સિદ્ધદેવનું સ્વરૂપ બરાબર જાણે તેને સ્વરૂપમાં ભ્રાંતિ રહે નહિ, માટે દેવનું સ્વરૂપ કહ્યું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com