________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૪]
[ ૨૮૧
જ્ઞાન અધિકાર
જ્ઞાન લોકાલોક સર્વ જ્ઞેયને જાણે. દરેક જીવનો જાણવાનો સ્વભાવ છે. કોઈને કરે નહિ, ટાળે નિહ; કોઈનું લ્યે નહિ, કોઈને કાંઈ આપી શકે નહિ. લોકાલોકને જાણે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. રાગને ટાળવો અથવા રાખવો એવી શક્તિ જ્ઞાનની નથી, પરંતુ જાણવું તે જ જ્ઞાનની શક્તિ છે. જ્ઞાતા રહે ત્યાં રાગ ટળી જાય છે, રાગને ટાળવો પડતો નથી.
દેહ દીઠ દરેક આત્મા સદાય જ્ઞાનનો પિંડ છે. સર્વજ્ઞસ્વભાવી છે છતાં વર્તમાન સંસાર અવસ્થામાં પોતાના અપરાધથી અજ્ઞાનરૂપ થઈ રહ્યો છે. તોપણ ત્રણ કાળ-ત્રણ લોકને જાણવાની તેની શક્તિ જતી નથી. બીજાનો મહિમા કરે પણ આ ચિદાનંદ પૂર્ણસ્વભાવ કોઈ થી નાશ ન પામે એવી શક્તિ કાયમ છે, તેનો મહિમા તો ક! જેમ સૂર્યને વાદળાંનું આવરણ આવે તેથી સૂર્યનો પ્રકાશ ન જાય, તેમ જ્ઞાનાવરણથી જ્ઞાન ન જાય-નાશ ન થાય. જ્ઞાનનું જ્ઞાનરૂપે થવું તે અનુભવ છે.
શ્રી સમયસારમાં કહ્યું છે કેઃ
જ્ઞાનનું જ્ઞાનરૂપે થવું તે સમ્યજ્ઞાન છે, જ્ઞાનનું સમ્યક્ત્વરૂપે થવું તે સમ્યગ્દર્શન છે, જ્ઞાનનું સ્થિરરૂપે થવું તે સમ્યક્ચારિત્ર છે.
આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા કર, તેમાં બધા ઉકેલ આવી જાય છે. તારી ચૈતન્યશક્તિ પડી છે, તેમાં એકાગ્ર થઈને તેને ખોલ. જુઓ, જ્ઞાનની તાકાત એવી છે કે અનંત ગુણોને વ્યક્ત જાણે. જ્ઞાન વિના શૈયો જણાય નહિ. ચૈતન્યના પ્રકાશમાં જ બધાં શૈયો જણાય છે. “ અમે છીએ ” એમ પોતાના અસ્તિત્વનું ભાન જડને નથી, તેને પ્રકાશનારું તો જ્ઞાન છે, જ્ઞાન જાણનાર છે ને શેયો જણાવા યોગ્ય છે. જ્ઞાન વગર જ્ઞેયોને જાણે કોણ ? માટે જ્ઞાનની પ્રધાનતા કહી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com