________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૪]
[૨૭૯ જે જીવ ભવિષ્યમાં તીર્થકર થવાનો છે તે જીવ દ્રવ્યનિક્ષેપથી તીર્થકરની જેમ પૂજ્ય છે. હજી તીર્થકર થયા નથી પણ ભવિષ્યમાં થવાના છે તે પણ દ્રવ્યનિક્ષેપથી પૂજ્ય છે, અથવા બીજી રીતે દ્રવ્યનિક્ષેપ આ પ્રમાણે પણ છે કે ત્રણ કલ્યાણક સુધી તીર્થકરનો આત્મા દ્રવ્ય જિન છે, તે દ્રવ્યનિક્ષેપે પૂજ્ય છે. ગર્ભ, જન્મ અને તપકલ્યાણક સુધી ભગવાનનો આત્મા દ્રજિન છે, તે પણ પૂજ્ય છે. ભગવાનનો જન્મ થાય ત્યાં ઇંદ્ર આવીને પૂજે ને ભક્તિ કરે.
હવે ભાવજિનની વાત કરે છે:- ભાવજિન એટલે જેને આત્માની શક્તિ ખીલીને કેવળજ્ઞાન થઈ ગયું છે ને દિવ્યધ્વનિ વડે ઉપદેશ આપીને ભવ્ય જીવોને તારે છે. અહો! અજ્ઞાની કળા એવી છે કે મતિજ્ઞાનકળામાં કેવળજ્ઞાનનો નિર્ણય આવી જાય છે. અનંત ચતુષ્ટય સહિત અરિહંત પરમાત્મા સમવસરણમાં બિરાજતા હોય છે ને દિવ્યધ્વનિમાં સાક્ષાત્ મોક્ષમાર્ગની વર્ષા કરે છે–તું ચિદાનંદઘન અનંત ગુણનો સાગર છો, તું ભગવાન છો, તું પરમાત્મા છો, તારા દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેમાં પ્રભુત્વ વ્યાપ્યું છે, તેને જાણીને તેમાં ઠર! આમ દિવ્યધ્વનિમાં સાક્ષાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. જુઓ, સાક્ષાત્ મોક્ષમાર્ગના ઉપદેશની વાત કરી, એટલે કે ભગવાને સ્વભાવની સન્મુખતારૂપ વીતરાગભાવને જ મોક્ષમાર્ગ કહ્યો છે. વચ્ચે રાગ આવે તે મોક્ષમાર્ગ નથી. તું વ્યવહારની ને નિમિત્તની ઉપેક્ષા કરીને સ્વભાવની સન્મુખ જા. આમ સ્વસમ્મુખતાનો ઉપદેશ ભગવાનની વાણીમાં આવ્યો છે. મૂયસ્થમસિવો નું સન્માકી હેવ નીવો પોતાના ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ જીવને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. એ સિવાય વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી. સ્વભાવની સન્મુખતાની શાંતિ વડે કષાયની અગ્નિ બુઝાય છે. વર્ષોમાં અગ્નિ ઠરી જાય, તેમ ભગવાને સન્મુખી મોક્ષમાર્ગની વર્ષા કરી, તે જ સંસારનો દાવાનળ ઓલવવાનું સાધન છે. અંતસ્વભાવની સન્મુખતા થતાં શાંતિરૂપી જળની વર્ષા વડે અનાદિના સંસાર દાવાનળનો નાશ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com