________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮]
[ શ્રી અનુભવ પ્રકાશ સમતભદ્રાચાર્ય ભગવાનની સ્તુતિમાં કહે છે કે, હે નાથ ! આપ જ્ઞાનીઓને જ પૂજ્ય છો. અજ્ઞાની આપને ખરેખર ઓળખી શકતા નથી. નિશ્ચયથી તો હે નાથ ! મારો સ્વભાવ પણ તારા જેવો જ વીતરાગ છે. મારો સ્વભાવ ત્રિકાળ પરની ઉપેક્ષાવાળો છે. હું ચૈતન્યપ્રતિમા છું, પણ વર્તમાન પર્યાયમાં રાગ છે તેને સ્વભાવના અવલંબને છોડીને હું વીતરાગ થાઉં. આવા ભાનપૂર્વક પ્રતિમામાં ભગવાનની યથાર્થ સ્થાપનાને જ્ઞાની જાણે છે. દેખો અરિહંતદેવની વીતરાગી મુદ્રા !! તે પથ્થરમાંથી ઘડલી હોવા છતાં પણ ખરેખર વીતરાગમાર્ગને દેખાડે છે. પણ કોને? કે જેને અંતરમાં ભાન થયું છે તેને. અહો! શાંત-શાંત વીતરાગ મુદ્રા! આખા જગતને જાણે છે. એક સમયમાં એકસો આઠ જીવો મોક્ષ પામે તેને પણ જાણે ને જગતમાં મારફાડ થાય તેને પણ જાણે એમ લોકાલોકને જાણે કે દેખતી હોયએવી વીતરાગ જિનબિંબની મુદ્રા હોય છે. તે મુદ્રા માર્ગ દેખાડે છે. અહીં જીવો !! ઠરો ઠરો ! જ્ઞાયક ચિદાનંદ તમારું સ્વરૂપ છે. આવા સ્વરૂપને જે જાણે તેને ભગવાનની સ્થાપના નિમિત્ત છે. અહો ! શાંત... શાંત... શાંત વીતરાગમુદ્રાની સ્થાપનાના નિમિત્તથી ત્રણકાળમાં ભવ્ય જીવો ધર્મને સાધે છે. પ્રતિમા કાંઈ દેતી-લેતી નથી, પણ જે જીવ યથાર્થ ભાન કરે છે તેને તે પ્રતિમા નિમિત્ત તરીકે વીતરાગમાર્ગ દેખાડે છે. ' અરે જીવો! ઠરી જાઓ... ઉપશમરસમાં ડૂબી જાઓ! –એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણલોકમાં શાશ્વત વીતરાગમુદ્રિત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વીતરાગપ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઊડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. –એ પ્રમાણે સ્થાપનાનિક્ષેપની વાત કરી. હવે દ્રવ્યનિક્ષેપની વાત કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com