________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૩]
| [ ૨૭૫ એક ક્ષણમાં શુદ્ધ પરમપદ-મુક્તિ પામે, તે કઈ રીતે? સ્વાવલંબી સ્થિરતા વડ અખંડાનંદના ઉગ્ર આલંબનરૂપ શુક્લધ્યાન વડે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રાપ્ત થાય છે.
નિષ્ક્રિય નિરાલંબનનું ભાન છે તેને સર્વજ્ઞ વીતરાગદેવની પ્રતિમા નિમિત્ત કહેવાય છે. એકલી પ્રતિમાનું વંદન-પૂજન કર્યું આત્મલાભ નથી, એવું તો અનંતવાર કર્યું. તેને નિમિત્ત પણ ક્યારે કહેવાય ? કે પોતામાં સાચી દષ્ટિ-જ્ઞાન ચારિત્રરૂપ નૈમિત્તિક પર્યાય પ્રગટ કરે તો નિમિત્તને નિમિત્તપણે જાણવારૂપ વ્યવહાર કહેવાય.
પ્રતિમા સ્થાપનાનિક્ષેપમાં છે. નિક્ષેપ શેયરૂપ વિષયના ભેદ છે. શ્રુતજ્ઞાનપ્રમાણરૂપ સાચા જ્ઞાન વિના જ્ઞયના ભેદને યથાર્થ જાણી શકે નહિ, માટે સમ્યજ્ઞાનીને જ સ્થાપનાનું સાચું જ્ઞાન કહેવાય. અજ્ઞાની તો
યથી મને જ્ઞાન થયું એમ માને છે તેને ચારમાંથી એક પણ નિક્ષેપનું જ્ઞાન સાચું નથી. સ્થાપનાના કારણે જ્ઞાન નથી, રાગ નથી, લાભ નથી-એમ માને તેને જિનેશ્વરની સ્થાપના નિમિત્ત કહેવાય. પ્રથમ જે માણસનું રૂપ જોયું હોય તે તેને યાદ કરે ને ! તેમ સર્વજ્ઞદેવને કોણ સંભારે છે? કે જ્ઞાનાનંદ પૂર્ણ પરમાત્મસ્વરૂપ આત્માની પ્રતીતિ જેણે કરી છે. રાગ-નિમિત્તથી લાભ નથી એમ જેણે જાણ્યું છે તે વીતરાગ સ્વરૂપને યાદ કરી શકે છે.
જિનસ્થાપનાથી સાલંબન ધ્યાન વડે નિરાલંબનપદ પામે છે. કેવી છે સ્થાપના? કહ્યું છે કે
હે ભવ્ય! જો તને મોક્ષસુખની પિપાસા છે, તેને પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા છે, તો તારે જૈનમૂર્તિની ઉપાસના કરવી જોઈએ. તે મૂર્તિ શું બ્રહ્મસ્વરૂપ છે? શું ઉત્સવમય છે? શ્રેયરૂપ છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નત્તરૂપ છે? અને શું સર્વ શોભાથી સંપન્ન છે? પણ આવા અનેક વિકલ્પોથી શું? ધ્યાનના પ્રસાદની આપની મૂર્તિને દેખવાવાળા ભવ્યો ને શું તે સર્વોત્તમ તેજને દેખાડે છે? હું જરૂર દેખાડે જ છે. અને જે મૂર્તિ મોહરૂપી પ્રચંડ દાવાનળને શાંત કરવાને માટે મેઘવૃષ્ટિ સમાન છે, જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com