________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬]
[ શ્રી અનુભવ પ્રકાશ ઇચ્છિત કાર્યને પ્રાપ્ત કરવાને માટે નદીના ઝરણાં સમાન છે, જે સજ્જનોને કલ્પેન્દ્રવેલડી સમાન છે, કલ્પલતાની જેમ ઈષ્ટ ફળદાતા છે અને સંસારરૂપી પ્રબળ અંધકારનો નાશ કરવાને માટે પ્રચંડ સૂર્યપ્રકાશ છે, તેથી હે ભવ્ય ! એવી તે વીતરાગ મૂર્તિની ઉપાસના જરૂર કરવી જોઈએ.'
હે ભવ્ય! જો તને મોક્ષસુખની પિપાસા છે, તે પૂર્ણપદ પ્રગટ કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા છે, તો તારે અક્રિયબિંબ-જૈનમૂર્તિ, જે શાંત વીતરાગસ્વરૂપ છે તેની ઉપાસના કરવી જોઈએ. ભક્તિ-પૂજાના શુભરાગથી શુદ્ધ થવાતું નથી, પણ રાગના અભાવરૂપ સ્વભાવના અવલંબનથી જ શુદ્ધતા થાય છે. વીતરાગ જિનપ્રતિમા ચૈતન્ય-આનંદની મૂર્તિ છે, તે નિશ્ચયથી આ આત્મા પોતે છે. એવા ભાન સહિત વિકલ્પ ઊઠયો છે, ત્યાં પૂર્ણ વીતરાગનું બહુમાન લાવી ઉત્સાહ વધારે છે કે અહો ! શું આ જિનપ્રતિમા પરમાનંદ બ્રહ્મ અક્રિયજ્ઞાનની મૂર્તિ છે? શું અનુપમ ઉત્સવમય છે? નિશ્ચય; તો તારા જ્ઞાનનું સાચું શેય તું છો. તને જાણ તો વ્યવહાર જ્ઞય જિનપ્રતિમાનું અવલંબન કહેવાય. શું શ્રેયરૂપ, જ્ઞાનાનંદમય, ઉન્નતરૂપ છે, ખરેખર તો સર્વેકૃષ્ટ ઉન્નત મહિમાવંત મારું
સ્વરૂપ છે. એમ અંદર નિશ્ચય સ્થાપના છે. તે આરોપથી બહુમાન લાવી વીતરાગતાનો મહિમા કરે છે. શું જગતમાં સર્વ શોભાથી અનુપમ સર્વોત્તમતા સહિત છે? પણ આવા અનેક વિકલ્પોથી શું? વિકલ્પ ગૌણ છે. સ્વસમ્મુખતારૂપ ધ્યાનના પ્રસાદથી હે ભગવાન! આપની મૂર્તિ દેખવાવાળા ભવ્યોને શું તે સર્વોત્તમ મહિમારૂપ તેજને દેખાડે છે? અંતર-અવલોકનથી જોનારને જ દેખાય છે. વળી તે મોહરૂપી પ્રચંડ દાવાનળને શાંત કરવાને મેઘવૃષ્ટિ સમાન છે. અંદરમાં વીતરાગી પ્રસન્નતાનાં શાંત ઝરણાં બતાવનાર છે. સજ્જનોને કલ્પેન્દ્રવેલડી સમાન ઇષ્ટફળદાતા છે, સંસારરૂપી પ્રબળ અંધકારનાશક પ્રચંડ સૂર્યપ્રકાશ છે. તેથી હું ભવ્ય ! એવી વીતરાગમૂર્તિની ઉપાસના જરૂર કરવી જોઈએ.
સ્વભાવનું ભાન કરીને એવી ભક્તિ જ્ઞાનીને આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com