________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૩]
[ ૨૭૩ છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન આકાર આત્માનો છે, તે અપેક્ષાએ તેમને સાકાર પણ કહેવાય છે.
અરિહંત પરમાત્માને ચાર અઘાતિકર્મનો સંયોગ હોવાથી ચાર ગુણો હજી વ્યક્તરૂપ પ્રગટ થયા નથી; પણ કેવળજ્ઞાનમાં તો તે પ્રગટ જણાઈ ગયા છે. કયા સમયે ચાર અઘાતિકર્મો ટળશે અને ચા૨ ગુણો પ્રગટશે–તેનું જ્ઞાન તો વર્તમાનમાં જ થઈ ગયું છે. નામકર્મના નિમિત્તે મનુષ્યગતિ છે એટલે સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ વર્તમાનમાં નથી, પણ કેવળજ્ઞાનમાં તો તે સૂક્ષ્મત્વગુણ કયારે પ્રગટ થશે-તે બધું જણાઈ ગયું છે, તેથી કેવળજ્ઞાન અપેક્ષાએ તો તે સૂક્ષ્મત્વને પણ વ્યક્ત કહેવાય છે. સૂક્ષ્મત્વ અટકયું છે તે પોતાની પર્યાયની તેવી યોગ્યતા છે–એમ પણ જાણે છે. અને ભવિષ્યમાં અલ્પકાળ પછી સાદિ અનંત સૂક્ષ્મત્વસ્વભાવ વ્યક્ત થઈ જશે-એ પણ જ્ઞાનમાં આવી ગયું છે. જુઓ, આ કેવળી ભગવાનની ઓળખાણ !
વેદનીયકર્મના નિમિત્તે હજી અવ્યાબાધપણું વ્યક્ત થયું નથી, તેવી યોગ્યતા જ્ઞાનમાં જણાય છે અને અલ્પકાળમાં વેદનીય ટળીને સાદિઅનંત અવ્યાબાધદશા પ્રગટ થશે-તેનું જ્ઞાન વર્તમાનમાં થઈ ગયું છે. વર્તમાન અવ્યક્ત હોવા છતાં વ્યક્તપણાનો ખ્યાલ પણ જ્ઞાનમાં આવી ગયો છે. એવું કેવળજ્ઞાનનું સામર્થ્ય છે. જુઓ, પોતાને વર્તમાન અલ્પજ્ઞતા હોવા છતાં જેણે સર્વજ્ઞશક્તિની અંતઃપ્રતીતિ કરી છે એવો સાધક જીવ કેવળીની આ રીતે પ્રતીતિ કરે છે. વર્તમાન પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા વ્યક્ત ન હોવા છતાં શ્રદ્ધામાં પૂર્ણ શુદ્ધતા આવી ગઈ છે, જ્ઞાનમાં આવી ગઈ છે અને અલ્પકાળમાં ચારિત્ર વગેરેની પણ પૂર્ણ શુદ્ધતા પ્રગટી જશે-એમ વર્તમાનમાં શ્રદ્ધા-જ્ઞાન થઈ ગયાં છે. જેમ સર્વજ્ઞ અતિદેવને સૂક્ષ્મત્વાદિ ચાર ગુણો અવ્યક્ત હોવા છતાં તેની સાદિઅનંત વ્યક્તિ કેવળજ્ઞાનમાં જણાઈ ગઈ છે તેમ તે સર્વજ્ઞની પ્રતીતિ કરનાર સાધક પણ કહે છે કે હે નાથ! મારે રાગાદિ પર્યાય વર્તમાનમાં વ્યક્તપણે છે અને પૂર્ણ ગુણોની વ્યક્તદશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com