________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ અંતર્મુખ થઈને નિજ અનુભવ કરે છે. સર્વજ્ઞપરમાત્માને જે ઓળખે તેને આત્માની ઓળખાણ થયા વિના રહે નહિ. આવી સર્વજ્ઞદશા મને મારી જ્ઞાનસ્વભાવના અવલંબને પ્રગટ થશે -એમ નિશ્ચયથી જેણે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને વ્યવહારથી સર્વજ્ઞદેવની પ્રતીત હોય જ છે. રાગની કે પરની રુચિથી સર્વશપણું પ્રગટતું નથી પણ જ્ઞાનશક્તિના અવલંબનથી જ સર્વજ્ઞતા પ્રગટે છે. એવી રુચિ વિના ખરેખર સર્વશની પ્રતીત થાય નહિ. સર્વજ્ઞની પ્રતીત કરનાર રાગના અવલંબનથી લાભ ન માને, કેમકે સર્વશને રાગ નથી. સર્વજ્ઞદેવે તે દશા કયાંથી પ્રગટ કરી? વિકારમાંથી, નિમિત્તમાંથી કે પૂર્વની પર્યાયમાંથી તે સર્વજ્ઞતા પ્રગટ કરી નથી, પણ અંતરની પૂર્ણ શક્તિમાંથી તે સર્વજ્ઞદશા પ્રગટ કરી છે અને હું મારા સ્વભાવની પૂર્ણશક્તિના અવલંબને સર્વજ્ઞદશા પ્રગટ કરવાનો છું. –આમ સ્વભાવની સન્મુખ થઈને જેણે પ્રતીત કરી તેણે જ ખરેખર સર્વશને માન્યા છે અને તેને સર્વજ્ઞદેવ ઉપકારી છે, એમ નિમિત્તથી કહેવાય છે. નૈમિત્તિકભાવ પોતે પ્રગટ કર્યો ત્યારે પરને નિમિત્તે કહ્યું ને? નૈમિત્તિકભાવ વિના નિમિત્ત કોનું કહેશો? દેવ તો પર છે, પરને કારણે ખરેખર નિજઅનુભવ થતો નથી. જો પરને કારણે થાય તો બધાને થવો જોઈએ, પરંતુ અજ્ઞાનીને ખરેખર સર્વજ્ઞની પ્રતીત જ નથી. જેને પોતાના જ્ઞાનસ્વભાવની ખબર નથી, સર્વજ્ઞદેવ સર્વજ્ઞતા કયાંથી પામ્યા–તેનું ભાન નથી, તેને માટે ખરેખર સર્વજ્ઞભગવાન “દેવ” નથી, કેમકે તેના જ્ઞાનમાં સર્વજ્ઞદેવની ઓળખાણ નથી, માટે તેને તો સર્વજ્ઞદેવ અનુભવમાં નિમિત્ત પણ નથી. યથાર્થ ઓળખાણ કરીને જેણે આત્માનો અનુભવ કર્યો તેને દેવ ઉપકારી છે. સર્વજ્ઞદેવ પરમાત્મા છે. તેમાં શ્રી અરિહંત પરમાત્મા શરીરહિત હોવાથી સાકાર છે. ને સિદ્ધ પરમાત્મા શરીરરહિત હોવાથી નિરાકાર છે. ખરેખર તો અરિહંતદેવનો આત્મા પણ શરીરરહિત જ છે, પણ શરીરના સંયોગની અપેક્ષાએ તેમને સાકાર કહેવાય છે અને સિદ્ધ ભગવાનને દેહનો સંયોગ નથી તે અપેક્ષાએ નિરાકાર કહ્યા, પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com