________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૨]
[ ર૬૯ થઈ જાય. રાગ મારા અપરાધથી થાય છે એમ જાણે છે તે વ્યવહારનય છે ને જ્ઞાન-દર્શન સ્વભાવ છે-એને જાણવો તે નિશ્ચયનય છે. જ્ઞાન જ્ઞાનને જાણે તે નિશ્ચય અને જ્ઞાન રાગને જાણે તે વ્યવહાર; જ્ઞાનમાં પોતાને તેમ જ રાગને જાણે એવું સ્વ-પરપ્રકાશક સામર્થ્ય છે. નિશ્ચય શેય તો સ્વને બનાવ્યું ને રાગને વ્યવહાર જ્ઞય બનાવ્યું-આવી સાધકદશા છે. અજ્ઞાની રાગાદિમાં તન્મય થઈને જાણે છે, જ્ઞાની જ્ઞાતામાત્ર સ્વભાવમાં તન્મય અને રાગમાં અતન્મય થઈને જાણે છે.
દેખવું-જાણવું જો રાગ-દ્વેષ-મોહથી થાય તો બંધાય, રાગ-દ્વેષમોટું ન થાય તો ન બંધાય. આ મેં કર્યું, આ તેં કર્યું-એમ અજ્ઞાનમય જાણવું તે બંધનનું કારણ છે. રાગ-દ્વેષ-મોહરહિત જ્ઞાતાપણું બંધનું કારણ ન હોય. આવી પરિણામ શુદ્ધતા અભવ્યને ન હોય. જ્ઞાન પરથી થાય છે એમ ને માને છે, તેથી તેને જ્ઞાન-દર્શન કદી શુદ્ધ ન થાય. ભવ્યને સ્વરૂપાચરણરૂપ શુદ્ધ પરિણામ હોય છે, તેથી જ્ઞાન-દર્શન શુદ્ધ હોય છે.
શ્રી પદ્મનંદી પચ્ચીસીમાં કહ્યું છે કે:- સમ્યક્રચારિત્રથી શુદ્ધ એવું સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરનારને ફરી સંસારમાં જન્મ હોય નહિ. જેમ સૂર્યોદય થાય તો રાત્રિનો અંધકાર કેમ રહે ?
કોઈ પ્રશ્ન કરે કે-વસ્તુ દેખ્યા-જાણ્યા વિના તેમાં પરિણામ કેમ કરીએ?
ઉત્તરઃ- પરને દેખે છે-જાણે છે તે પરને દેખનાર તો ઉપયોગ છે તો દેખે છે, અને જ્ઞાન છે તો જાણે છે. ઉપયોગ શું ખાલી થઈ ગયો ? નાસિરૂપ છે? રાગાદિથી તો ખાલી છે પણ સ્વથી ભરેલો છે. જે આ ઉપયોગ જાણનાર-દેખનાર સ્વરૂપે છે તેને ગ્રહણ કર ને તેમાં જ પરિણામ ધરી સ્થિરતા-આચરણ કર. એ પુરુષાર્થ કર, તે જ કાર્ય તારે કરવાનું છે. પરિણામરૂપ વસ્તુને વેદ, સ્વરૂપલાભ લે, તે ધર્મ છે.
તારા પરિણામ વીતરાગ સ્વરૂપ તરફ વાળ તો ગુણની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com