________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭૦]
[ શ્રી અનુભવ પ્રકાશ પરિણતિ તેમાં વિશ્રામ કરે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ પરિણામમાં આવે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવમાં સત્ આવ્યું અને સમાં આખું સ્વરૂપ આવ્યું. તેથી પરિણામશુદ્ધતામાં સર્વશુદ્ધતા આવી. જયારે પરિણામસ્વભાવધારી આ જીવ શુભ વા અશુભ પરિણામોથી પરિણમે છે ત્યારે તે જીવ શુભ વા અશુભ થાય છે, અને જ્યારે શુદ્ધ પરિણામોથી પરિણમે છે ત્યારે જીવ શુદ્ધ થાય છે. પરિણામ સર્વ, સ્વ-સ્વરૂપના છે. પરાચરણના બે ભેદ છે- દ્રવ્યપરાચરણ તથા ભાવ૫રાચરણ. નોકર્મ ઉપચાર દ્રવ્યપરાચરણ છે. પરંપરાથી અનાદિ ઉપચાર છે. જીવ તેનું કાંઈ કરી શકતો નથી, માત્ર નિમિત્તનું કથન છે. દેહધારણ સાદિ ઉપચાર છે, તે પણ નિમિત્તનો ઉપચાર છે. દ્રવ્યકર્મજોગ પણ અનાદિ નિમિત્તનો ઉપચાર છે, ભાવકર્મ અશુદ્ધ નિશ્ચયનયથી છે. ભાવપરાચરણ રાગ-દ્વેષ-મોટું છે, તે જીવનું ભાવ૫રાચરણ છે.
પ્રશ્ન:- રાગાદિ જીવના ભાવ છે અને પરભાવ સ્પર્ધાદિક છે, તો રાગાદિને પરભાવ કેમ કહો છો?
ઉત્તર:- શુદ્ધ નિશ્ચયથી રાગાદિ જીવના નથી કેમકે ત્રિકાળી શુદ્ધસ્વભાવમાં તાદાભ્યપણાની દષ્ટિએ વિકારનો અભાવ છે, વળી તે રાગાદિ આત્માના ગુણમાં તન્મય નથી. સ્વભાવમાં સંસાર તન્મય નથી. જો તન્મય હોય તો મોક્ષ થઈ શકે નહિ, સંસાર એક સમયમાત્રનો પર્યાય છે. ઉત્પાદ-વ્યય પ્રત્યેક સમયે નવીન પર્યાય છે, અન્ય અન્ય ભાવ છે. રાગાદિ વિકારભાવ છે તે જીવની વર્તમાનપર્યાય છે, તે પર્યાયથી અન્ય નથી. પણ ત્રિકાળી સ્વભાવથી વિકારપર્યાય તન્મય નથી માટે જુદી છે, એમ જાણે તેને ભાવકર્મના નાશથી મુક્તિ છે.
YOYOYOYOYOYOYOYOYOYOYOYO
Please inform us of any errors on rajesh@AtmaDharma.com