SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮] [ શ્રી અનુભવ પ્રકાશ જડને જ આત્મા માને છે. અરે જીવ! જડમાં પોતાપણું માનવાની અનાદિ જૂઠી વિટંબના હવે છોડ! પરાચરણને લીધે જ તને તારા જ્ઞાન-દર્શનનો લાભ થયો નથી. સ્વભાવને ચૂકીને પરને પોતાનું માન્યું તેથી તને ગેરલાભ થયો છે. દેખવા-જાણવાનો તારો સ્વભાવ છે તે કાંઈ બંધનું કારણ નથી. જો દેખવા-જાણવાથી જ બંધ થતો હોત તો તો સિદ્ધ ભગવંતો લોકાલોકને જાણે-દેખે છે તેમને પણ બંધન થાત ! પણ તેમને બંધન થતું નથી, માટે જ્ઞાન-દર્શન પરિણામમાં તન્મયપણું તે કાંઈ બંધનું કારણ નથી, પણ રાગ સાથે તન્મય પરિણામ જ બંધનું કારણ છે. સિદ્ધભગવાન લોકાલોકને જાણે છે પણ પરમાં તન્મય પરિણામ નથી, તેથી તેમને બંધન થતું નથી. પરિણામથી જ સંસાર અને પરિણામથી જ મોક્ષ છે. કર્મના ઉદયથી સંસાર અને કર્મના અભાવથી મોક્ષ એ વાત મૂકી દે. તારા સ્વભાવના પરિણામથી મોક્ષ છે ને તારા પર તરફના ઔદયિકભાવથી સંસાર છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં ઔદયિકભાવને પણ સ્વતત્ત્વ કહ્યું છે, તે કર્મને કારણે થતો નથી પણ પોતાના અપરાધથી જ થાય છે, તે જ સંસાર છે. સંસાર તે કોઈ બીજી ચીજ નથી પણ તારા જ વિકારી પરિણામ છે. સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ-એ ત્રણે તારા પરિણામથી જ થાય છે. રાગ-દ્વેષ-મોહ પણ તારા પરિણામથી જ થાય છે અને સ્વભાવનું ભાન કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પણ તારા પરિણામથી જ થાય છે ને મોક્ષ પણ તારા પરિણામથી જ થાય છે. તારો જ્ઞાન-દર્શનસ્વભાવ છે, તે જ્ઞાન-દર્શન તો દેખવા જાણવારૂપ જ છે. તે જ્ઞાન-દર્શનના પરિણામમાં રાગદ્વેષ નથી. રાગના કાળે રાગ થાય પણ જ્ઞાન તેને કરનાર નથી કે રાખનાર પણ નથી. સ્વભાવદષ્ટિથી આત્મા તેનો જ્ઞાતા જ છે. તે તેનો કર્તા-હર્તા નથી. પ્રથમ રાગાદિને પોતાના પરિણામ તરીકે બતાવ્યા અને પછી તેને જ્ઞાનનાં શેય તરીકે બતાવ્યા. આવું સમજે તેને સ્વચ્છેદ ન થાય પણ ભેદજ્ઞાન થઈને રાગ ઘણો અલ્પ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy