________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૨]
[ ર૬૭ ચૂકીને પરના અખાડામાં મમત્વ કર્યું, તેથી જીવ જન્મ-મરણનાં દુઃખ ભોગવે છે. માટે કહે છે કે હે જીવ! તું તારા સ્વરૂપનો સહજ સ્વાદી થા. પર્યાયબુદ્ધિ-દેહુબુદ્ધિ છોડ ને અનંતગુણના પિંડ ચિદાનંદ સ્વભાવમાં બુદ્ધિ જોડ. એનું નામ ધર્મ છે. પરનો પ્રેમ મટાડીને ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિય ભોગને ભોગવ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવનો નિર્વિકલ્પ આનંદ ભોગવ. અરે! વિકારી પરિણામમાં ને જડમાં જૂઠો આનંદ કેમ માન્યો છે? જડમાં પોતાપણું માનવું તે જૂઠ છે. જડ પદાર્થો તારાથી સૂના છે, તેનામાં તારું સુખ નથી. પરદ્રવ્યની અનુકૂળતામાં શાંતિ માને છે તે મિથ્યા છે અને પરદ્રવ્ય મને દુઃખ આપે છે એમ કહે છે તે પણ જૂઠ છે, કેમકે પરદ્રવ્યમાં તને દુઃખ દેવાની શક્તિ નથી. જડકર્મમાં એવી શક્તિ નથી કે તને દુઃખ આપે. તું તારી જૂઠી ચિંતવણીથી જ દુઃખ ભોગવે છે, પણ પરદ્રવ્ય તને કિંચિત્ પણ દુઃખ આપતું નથી, મફતનો પરના માથે જૂઠો આરોપ નાખે છે કે મને મોહકર્મ દુઃખ દીધું, પણ પરની ભૂલ નથી, તું તારી ભૂલે દુઃખી થયો છે. દ્રવ્ય-ગુણ શુદ્ધ છે ને પર્યાયમાં અશુદ્ધતા ક્યાંથી આવી ? કર્મ અશુદ્ધતા કરવી-એમ અજ્ઞાની માને છે, પણ પોતે પોતાની હરામજાદગીને દેખતો નથી. પોતે પોતાના અપરાધથી જ અશુદ્ધ અને દુઃખી થાય છે ને વાંક પરનો કાઢે છે. તે હરામખોરી છે. અપરાધ પોતાનો છે ને પરને માથે ઢોળે છે, તે અજ્ઞાની છે. અચેતનદ્રવ્યને રાગ-દ્વેષનું નિમિત્ત આપીને નચાવે છે. જડ તો જડના કારણે નાચે છે; પણ અજ્ઞાની વિકાર કરીને તેને નિમિત્ત આપે છે.
જેમ કોઈ મૂર્ખ જીવ અચેતન મડદા સાથે લગ્ન કરવાની વાત કરે તો તે નિંદનીક છે; તો ચેતનને જડ સાથે સગપણ કરવાનું માને છે તેમાં તને લાજ-શરમ નથી આવતી !! તું તો અનંત જ્ઞાનનો ધારી ચિદાનંદ છો અને શરીરાદિ પુદગલ તો જડ-અચેતન મડદાં જેવાં છે, તેમાં પોતાપણું માનતાં તને લાજ પણ નથી આવતી! જડકર્મ જીવને હેરાન કરે છે તેમ માનનાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com