________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૧]
[ ર૬૩ સર્વે વિધાનનો શિરોમણિ આ અનુભવ છે. આ અનુભવમાં ધર્મનાં બધાં વિધિ-વિધાન સમાઈ જાય છે. આવો અનુભવ તે મોક્ષનું નિદાન છે, અને સુખનું નિધાન છે. મુનિજનો વગેરે અનુભવી જીવોના ચરણને ઇંદ્ર વગેરે પણ સેવે છે, તેથી અનુભવ કરો. અનુભવની પ્રશંસા સર્વે ગ્રંથોમાં કરી છે. અનુભવ વગર સાધ્યની સિદ્ધિ થતી નથી. અનંત ચેતનારૂપ અનંતગુણથી શોભિત, અનંત શક્તિધારક એવા આત્મપદનો રસાસ્વાદ તે અનુભવ છે.
સર્વે ગ્રંથોનો સાર આ અવિકાર અનુભવ છે. વારંવાર ગ્રંથોમાં તે જ કહ્યું છે. વીતરાગતા તાત્પર્ય કહો કે અનુભવ કહો, કેમકે આત્માના અનુભવથી જ વીતરાગતા પમાય છે. ચારે અનુયોગના બધા ગ્રંથોનો સાર તથા બધાં વિધાનનો સાર એ છે કે અંતરમાં આત્માનો અનુભવ કરીને આનંદનો સ્વાદ લેવો. અનુભવ તે શાશ્વત ચિંતામણિ છે. જેટલો એકાગ્ર થાય તેટલો આનંદનો સ્વાદ આપે. બહારનો ચિંતામણિ પથ્થર તો પુણ્ય હોય તો મળે ને પુણ્ય ખૂટતાં ચાલ્યો જાય. અનુભવ એટલે સ્વભાવને અનુસરીને થવું; રાગને કે પરને અનુસરીને નહિ પણ પોતાના ધ્રુવસ્વભાવને અનુસરીને અનુભવ કરવો તે શાશ્વત ચિંતામણિ છે. અનુભવ જ અવિનાશી રસનો કૂપ છે. અંતરના
અવિનાશી આનંદનો રસ તો અનુભવમાં છે. તેથી અનુભવ તે જ રસનો મોટો કૂવો છે, સાધકદશાની શરૂઆત પણ અનુભવથી જ થાય છે ને પૂર્ણ મુક્ત દશા પણ અનુભવથી થાય છે. તેથી મોક્ષરૂપ પણ અનુભવ છે. આત્માના પૂર્ણાનંદનો અનુભવ તે જ મોક્ષ છે એ સિવાય બીજો કોઈ મોક્ષ નથી, નવ તત્ત્વોનો સાર અનુભવમાં છે. જગતઉદ્ધારક પણ અનુભવ જ છે. અનુભવથી અન્ય કોઈ ઊંચપદ નથી. માટે કારણપરમાત્મા શક્તિરૂપ ભગવાનનો અનુભવ કરો. અહો ! અનુભવનો મહિમાં શું કહીએ? સ્વરૂપનો અનુભવ કરો. આઠ કર્મો તો જડ છે અને વિકાર થયો તે જીવનો છે પણ અંતરના સ્વભાવ તરફના વેદનમાં તે વિકાર નથી. આત્મામાં તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com